આઇઆઇટી-દિલ્હીએ કોરોના ટેસ્ટ કિટ બનાવી અને મંજૂરી મળી, દેશની પહેલી શિક્ષણ સંસ્થા કે જેને આ ગૌરવ મળ્યું
આઇઆઇટી-દિલ્હીની પીસીઆર આધારિત ટેસ્ટિંગ કિટને આઇસીએમઆરએ મંજૂરી આપી દીધી છે. આ સાથે આઇઆઇટી-દિલ્હી કોરોના ટેસ્ટિંગ કિટ વિકસાવનારી દેશની પ્રથમ શૈક્ષણિક સંસ્થા બની છે. આ કિટ હાલની કિટથી એક ચતુર્થાંશ સસ્તી હોઇ શકે છે અને તેનાથી રિઝલ્ટ પણ જલ્દી આવશે. આ કિટ આઇઆઇટી-દિલ્હીની કુસુમા સ્કૂલ ઑફ બાયોલોજિકલ સાયન્સની ટીમે તૈયાર કરી છે. ટીમના સભ્ય પ્રો. બિશ્વજીત કુંદૂ અને પ્રો. વિવેકાનંદ પેરુમલે જણાવ્યું કે હાલ પીસીઆર આધારિત જે કિટ ઉપયોગમાં લેવાય છે તેમાં ફ્લોરોસેન્ટ પ્રોબ જેવા અમુક પાર્ટ વિદેશોમાંથી મંગાવવા પડે છે. આઇઆઇટી-દિલ્હીની ટેસ્ટિંગ કિટમાં ફ્લોરોસેન્ટ પ્રોબનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. વિજ્ઞાનીઓએ પેટન્ટ માટે અરજી કરી દીધી છે.
પૂણે લેબે કિટને માન્યતા આપી
દેશમાં કોરોનાનો પહેલો કેસ કેરળમાં આવ્યો હતો ત્યારથી જ ટીમે કિટ પર કામ શરૂ કરી દીધું હતું. કિટનો પહેલો પ્રોટોટાઇપ ફેબ્રુઆરીના અંતમાં તૈયાર કરાયો હતો. અગાઉ પૂણેની વાયરોલોજિકલ લેબએ તેમાં ખામીઓ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ 22 માર્ચથી 9 એપ્રિલ દરમિયાન ટીમના સભ્યોએ 18-18 કલાક કામ કર્યું. લૉકડાઉનના કારણે કિટ ટેસ્ટ માટે પૂણે મોકલવામાં તકલીફ પડી રહી હતી. પૂરો પ્રયાસ કરીને પહોંચાડાઇ. આ વખતે પૂણે લેબએ માન્યતા આપી. 100થી વધુ પ્રયોગો બાદ કિટ બનાવવામાં સફળતા મળી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2S714Uv
Comments
Post a Comment