ભાવનગરના જન્મદિન સાથે આજથી વેપાર રોજગાર શરૂ થશે, મોલ અને શોપિંગ કોમ્પલેક્સ બંધ

કોરના વાયરસના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે પણ આવતી કાલ તા.26 એપ્રિલને રવિવાર, ભાવનગરના જન્મ દિવસના શુભ દિવસથી વેપાર-ધંધા રોજગાર ચાલુ કરવાની શરતોને આધીન છૂટછાટ આપવામાં આવી છે. જો કે આ અંગે વિધિવત જાણકારી અને સંપૂર્ણ નિયમો આવતી કાલ તા.26ને રવિવારે બપોરે જાણકારી જાહેર કરાશે તેમ કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતુ. કેન્દ્ર સરકાર દ્વારા રવિવારથી અંશત: દુકાનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે પણ ભાવનગર કલેકટર તરફથી આ માટે કોઇ વિધિવત જાહેરનામું નહીં પ્રસિદ્ધ કરાતા બજારો ખુલવા અંગે વેપારીઓ ભારે દ્ધિધા પ્રવર્તી રહી છે. જો કે મોબાઇલ રિચાર્જ, ઇલે. અને બૂકસેલરની દુકાનો હોટ સ્પોટ વિસ્તારમાં ન હોય ત્યાં દુકાનો ખોલવા માટે પરવાનગી તો અગાઉ આપી દેવામાં આવી છે.
આવતી કાલ તા.26 એપ્રિલને રવિવારે બજારો શરૂ થશે કે નહીં ? તે અંગે આજે વેપારીઓની સતત પૂછપરછ ચાલુરહી હતી. રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ શોપિંગ સેન્ટર, મોલ માર્કેટ કે કોમ્પલેક્સમાં આવેલી દુકાનો કે શો-રૂમ ખોલવા દેવામાં આવે નહી. આ .પરાંત ભાવનગરમાં સાંઢીયાવાડ અને વડવા આ બે વિસ્તારોને હોટ સ્પોટ જાહેર કરાયા હોય આ બન્ને વિસ્તારમાં દુકાનો કે ધંધા-રોજગાર ખોલી શકાશે નહી. તેમજ આ વિસ્તારમાં રહેતા લોકો દુકાન ખોલવા બહાર જઇ શકેશે નહી.

50 ટકા સ્ટાફ જ કાક કરી શકશે
દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે. માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે.
વાળંદની દુકાન, પાનની લારી-ગલ્લા, ચાની લારી કે દુકાન, હોટલ અને રેસ્ટોરન્ટસ નહીં ખોલી શકાય જ્યારે સોના-ચાંદીની દુકાનો, કપડા, પગરખા, વાહનો, બેકરી, ઇલે. આઇટમોની દુકાનો, મોબાઇલ વેચાણ, રિપેરિંગ, ગેરેજ અને પંકચરની દુકાનો ખોલી શકાશે.

બે કન્ટેઇનમેન્ટ ઝોનમાં વેપાર શરૂ થઇ નહીં

  1. સાંઢીયાવાડ : જોગીવાડની ટાંકી, લીંબડીવાળી સડક, દીવાનપરા રોડ, કાજીવાડ, રૂવાપરી રોડ, ભીલવાડા, સાંઢીયાવાડ, મોમીનવાડ, ભૂતનો લીમડો, પીંજારાવાડ, વિઠ્ઠલેશ્વર રોડ.
  2. વડવા : સીદીવાડ, માઢીયાફળી, અમીપરા, સ્ટેશન રોડ, પખાલીવાડ, મતવા ચોક, વડવા નેરા, વોશીંગ ઘાટ, બાપેસરા કૂવા, દરબારી કોઠાર, દેવજી ભગતની ધર્મશાળા, સંઘેડીયા બજાર.

લોકોને વસ્તુ લેવાનો સમય સ્પષ્ટ કરો
દુકાન ખોલવાની છૂટ, પણ લોકોને વસ્તુ લેવા જવાની છૂટ ખરી ? લોકો વસ્તુ લેવા ક્યારે જાય ? ડબલ સવારી પર પ્રતિબંધ એટલું જ સરકારે જાહેર કર્યું છે. પણ સમય આપ્યો નથી.....
આખો દિવસ ગમે ત્યારે વસ્તુ લેવા ઘરની બહાર જવાની છૂટ ?
ઘરની બહાર ખરીદી કરવા માટે નીકળનારે ક્યા ડોક્યુમેન્ટ સાથે રાખવાના ? આ બધી બાબતો પર સરકાર ની ગાઈડ લાઈન ત્વરિત જરૂરી છે અન્યથા બહાર નીકળનારી પ્રજા દંડાશે અને કોઈ બહાર જ ન આવે તો દુકાન ખોલવાની છૂટનો શું ફાયદો. ? આ પ્રશ્ન પ્રજા પૂછી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2KBHmMO

Comments