આજવા રોડ પર અનાજ કિટ વિતરણમાં ટોળે ટોળાં ઉમટ્યાં, પોલીસ અાવી તો ખરી પણ મૂકપ્રેક્ષક બની રહી

કોરોનાના કહેર વચ્ચે આજવા રોડ પર આવેલી કલ્યાણનગર સોસાયટીમાં અનાજની કીટ વિતરણનો કાર્યક્રમ યોજાતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સોશ્યલ ડિસ્ટનસિંગ નહી જળવતા સ્થાનિક લોકોના વિરોધ કરી પોલીસ બોલાવતા મામલો થાળે પડ્યો હતો.કોરોનાને પ્રસરતો અટકાવવા પોલીસ વિભાગે લોકડાઉનમાં કોઈ પણ સહાયના વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે આજે સવારે આજવા રોડ પર મહાવીર હોલ નજીક કલ્યાણ નગરમાં સામાજિક કાર્યકર પ્રભુ સોલંકી દ્વારા અનાજ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સવારથી મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડતા સોશ્યલ ડિસ્ટનસિંગ નહીં જળવતા સોસાયટીના રહીશોમાં કોરોના પ્રસરશે તેવો ભય સાથે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. જોકે પોલીસે કાર્યવાહી કરવાની જગ્યાએ કીટ વિતરણનો કાર્યક્રમ યથાવત રાખ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બે દિવસથી અનાજની કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવે છે. કાર્યક્રમમાં લોકટોળા જામતા હોવાથી તેઓ પ્રભુ સોલંકીને રજુઆત કરવા પહોંચ્યા હતા પરંતુ તેઓની રજુઆત નહીં સાંભળી કાર્યક્રમ યથાવત રાખ્યો હતો. બીજી તરફ બાપોદ પીઆઇ વી.પી. ચૌહાણના જણાવ્યા અનુસાર માત્ર 50 લોકોનું ટોળું હતું અને તેઓ સોશ્યલ ડિસ્ટનસિંગ રાખી અનાજની કીટ મેળવી રહ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Crowds thronged to distribute food kits on Ajwa Road, but the police remained silent.


from Divya Bhaskar https://ift.tt/35jaj9P

Comments