ડાંગમાં કોરોનાનો બીજો કેસ : વઘઈના ભેંડમાળ ગામની નર્સ પોઝિટિવ

સુરતની કિરણ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી અને ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં નાનીઝાડદર ગામની યુવતી પ્રિતીબેન સુરેશભાઈ કુંવરનું ડાંગમાં પ્રથમ કોરોનાં વાઈરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સોમવારે વઘઈ તાલુકાનાં ભેંડમાળ ગામની વતની અને સુરતની બલ્લર ગાયનેક હોસ્પિટલમાં નોકરી કરતી નેહાબેન શશીકાંતભાઈ ગાવિત (ઉ.વ. 18) જે ગામનાં સરપચનાં જણાવ્યાં મુજબ ગત 4થી એપ્રિલે સુરતથી ભેંડમાળ ગામે આવી હતી. સુરતથી આવ્યાં બાદ તેને ઘરમાં જ હોમ ક્વોરન્ટાઈન કરાઇ હતી અને દરરોજ ગામની આશાવર્કર અને એક નર્સ તેની તપાસ કરતી હતી. જે બાદ ગતરોજ આરોગ્ય વિભાગ દ્વારા નેહાબેન અને ગામમાં હોમ ક્વોરન્ટાઈન કરેલી સુરતથી આવેલી સુનિતાબેન ગણશુંભાઈ ગાંવિતનાં સેમ્પલ લેવાયા હતા. જે પૈકી નેહાબેનનો કોરોનાં રિપોર્ટ પોઝિટિવ આવતાં ગામલોકોમાં ભય ફેલાયો છે.

303 ઘરનો સરવે, 32 સેમ્પલ મોકલાયા
ડાંગ જિલ્લાના વઘઇ ભેંડમાળમાં કોરોનાનો બીજો પોઝિટિવ કેસ આવતા તંત્ર દ્વારા ચાર ગામોને સેનેટાઈઝ કરી 303 ઘરનો સરવે કરી કુલ 1751 લોકોનું સ્ટેનિંગ કરાવ્યું હતું તેમજ 32 સેમ્પલ લઈ લેબોટરીમા મોકલાયા હતા.

હવે ઘરે રાશન પણ તંત્ર આપવા જશે
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ભેંડમાળ ગામમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવી ભેંડમાળ ગામના સમગ્ર વિસ્તારને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવે છે. આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે આવશ્યક ચીજવસ્તુ તંત્ર દ્વારા હોમ ડિલિવરી કરાશે. > એન.કે.ડામોર, જિલ્લા કલેકટર, ડાંગ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Another case of corona in Dangs: Nurse positive in Bhendmal village of Waghai


from Divya Bhaskar https://ift.tt/2KK6lxb

Comments