કોરોનાની રસીના પરીક્ષણ માટે નવસારીના નાયકનું દેહદાન

નવસારીના આમરી ગામે કિશોરભાઈ નાયક (ઉવ.65 )તેમના પરિવાર સાથે રહે છે.નિવૃત્તિ કાળ બાદ પૌત્ર સાથે કિશોરભાઈ નાયક હસીખુશી જીવન ગાળે છે.હાલમાં કોરોના મહામારીના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. લોકડાઉનથી સમગ્ર દેશની અર્થવ્યવસ્થા ઠપ થઈ છે. જેને લીધે વ્યથિત થયેલ ધરતીપુત્ર કિશોરભાઈ નાયક દ્વારા જીવતા જીવત દેહદાનની જાહેરાત કરી કોરોનાની મહામારીને નાથવા માટે બનાવાય રહેલી વેકશિન માટે પોતાનો દેહ પરીક્ષણ કરવા માટે આપવા સોમવારે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ડી.એચ. ભાવસારને લેખિતમાં સંમતિપત્ર આપ્યું હતું.સંમતિ પત્રમાં જયારે બોલાવે ત્યારે આવવા માટે તૈયારી બતાવી હતી. સાથોસાથ પરીક્ષણ દરમિયાન કાઈપણ થાય તે માટે પોતે જવાબદાર છે તેવું સંમતિપત્ર આપ્યું હતું. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જીવતે જીવ કોરોના રોગનાં ઈલાજ માટે બનાવતી રસી માટે દેહનું દાન કરનાર પ્રથમ મહાદાની બન્યા છે.

પરીક્ષણ દરમિયાન કંઇ પણ થાય તો મારી જ જવાબદારી
મારા શરીરનો જીવતે જીવ કોરોનાની રસી માટે ઉપયોગ કરી આખી દુનિયા, માનવજાત બચાવવા હું નિમિત્ત બનું તે માટે મારું શરીર જીવતે જીવત પરીક્ષણ માટે આપવા માંગુ છું.જો આ પરીક્ષણ દરમિયાન મને કાંઈપણ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી મારી પોતાની રહેશે. - કિશોરભાઈ છોટુભાઈ નાયક, દેહદાતા

આગ્રામાં પરીક્ષણ કેન્દ્ર, જરૂર પડ્યે બોલાવીશું
અમને દેહદાન માટે કિશોરભાઈ નાયકની અરજી મળી છે અમે તે સ્વીકારી છે. જરૂર પડ્યે તેમને અમે બોલાવીશું.હાલ કોરોનાની રસીના પરીક્ષણ માટે આગ્રા ખાતે ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ કેન્દ્ર આવેલું છે.ત્યાં રિસર્ચ કેન્દ્રમાં પરીક્ષણ થાય છે. - ડો. ડી.એચ.ભાવસાર, જિલ્લા આરોગ્ય અધિકારી,નવસારી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Death of Navsari hero for corona vaccine test


from Divya Bhaskar https://ift.tt/2Yd0iJt

Comments