કોર્પોરેશનની ગાડીઓમાં બે કરતા વધુ વ્યક્તિઓ બેસાડાશે તો ખેર નહિ, પદાધિકારીઓના વાહનોની અવરજવરને બ્રેક નહીં
કોરોના વાયરસનું સંક્રમણ વધુ ફેલાય નહીં તેની તકેદારી રાખવા સાથે સરકારી કામો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે ભાવનગર કોર્પોરેશનની વિભાગીય વડાઓ સહિતને ફાળવેલી ગાડીઓમાં બે કરતા વધારે કોઈએ અવર જવર નહીં કરવા કડક સૂચના આપી છે. પરંતુ કોર્પોરેશનના જુદા જુદા વિભાગોમાં બીનજરૂરી કોન્ટ્રાક્ટરો અને તેના માણસોના જામતા જમેલાથી કોરોનાનો ફેલાવો થવાની ભીતિ સર્જાઈ છે. સરકારી વાહનોનો દુરુપયોગ નો થાય અને કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે કોર્પોરેશનના તમામ વિભાગોના અધિકારીઓને તેમજ વિભાગીય સ્ટાફને કમિશનર દ્વારા સ્પષ્ટપણે સુચના આપવામાં આવી છે કે, કોર્પોરેશનના માલિકી કે કોન્ટ્રાક્ટર રખાયેલા વાહનોમાં વધુમાં વધુ બે વ્યક્તિઓને જ અવર જવર કરવાની રહેશે. જો તેનું ઉલ્લંઘન થશે તો તેની સામે કાર્યવાહી કરવા પણ સૂચિત કરવામાં આવ્યા છે.
જે આવકારદાયક છે, પરંતુ હાલમાં કોર્પોરેશનના જુદા જુદા આવશ્યક સેવાના વિભાગોની ઓફિસોમાં કોર્પોરેશને કાઢી આપેલા પાસ સાથે કોન્ટ્રાક્ટરો અને તેના માણસો પડ્યા પાથર્યા રહે છે જેને કારણે ગમે તેટલી તકેદારી છતાં કોરોના વાયરસ ફેલાવાનો પણ ભય રહે છે. બિનજરૂરી આવતા માણસોને પણ કમિશનર દ્વારા અટકાવવા આવશ્યક છે. કોર્પોરેશનના પદાધિકારીઓને કોઈ કહેવાવાળુ નથી. જાણે કે સંગઠનનું પણ નિયંત્રણ ન હોય તે રીતે મન ફાવે તેમ વાહનોનો વર્તમાન ગંભીર પરિસ્થિતિમાં પણ ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ક્લસ્ટર ઝોનમાં પણ કોર્પોરેશનના વાહનો સાથે આટા ટલ્લાથી કર્મચારીઓ પણ ભયભીત થઈ ગયા છે. સતત કન્ટેઇન ઝોનમાં સતત અવર જવર છતાં પદાધિકારીઓની આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવતી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2y2dBSm
Comments
Post a Comment