કોરોના વાઇરસના સાજા થયેલા દર્દીના પ્લાઝ્મા કેવી રીતે કામ કરે છે તે વિશે જાણો સવિસ્તૃત માહિતી

કોરોનાના સંક્રમણમાંથી બહાર આવીને સાજા થયા હોય તેવી વ્યક્તિના શરીરમાંથી એન્ટીબોડીઝ લઇને બીજી કોરોના સંક્રમિત વ્યક્તિમાં નાંખીને પ્લાઝમા થેરાપીથી સાજી કરાય છે.

આ રીતે પ્લાઝમા લેવાય
એ-ફેરેશિશ મશીનથી રક્તદાતાને જોડવામાં આવે છે. ત્યારબાદ દાતાના શરીરમાંથી માત્ર પ્લાઝમા જ છૂટું પડીને બોટલમાં ભેગું થાય છે. એક વ્યક્તિમાંથી 500થી 600 મિલિલિટર પ્લાઝ્મા એક સમયે લઇ શકાય છે. આ પ્લાઝમા 3 વ્યક્તિને આપી શકાય છે. તેની કિંમત હાલમાં 600 મિલિલિટરની રૂ.14,000ની આસપાસ છે. (ઇન્દુ બ્લડબેંકના સંચાલક ડો. વિજય શાહ સાથેની વાતના આધારે)

આ પરિણામો મળ્યા
1930થી તબીબો અન્ટીબોડી વાળી વ્યક્તિની સીરમ પીડિત વ્યક્તિને આપી રહ્યાં છે. કોવિડ-19ના કિસ્સાઓમાં ચીનમાં આ થેરાપીના પ્રોત્સાહક પરિણામો સાંપડ્યા છે. શરૂઆતના પરિણામો આ થેરાપીના સારા મળ્યા છે પણ રેન્ડમ ટ્રાયલ હજી બાકી છે. પોલિયો અને ઇબોલામાં આ થેરાપીએ સારા પરિણામો આવ્યા હોવાથી આશાવાદ છે.

તબીબ પ્લાઝ્મા ડોનેટ કરીને પણ પ્રેરણારૂપ બની શકે
કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવવાથી હું પણ કોરોના પોઝિટિવ બન્યો હતો. પણ જ્યારે રિપોર્ટ નેગેટિવ આવ્યા તે અગાઉથી હોસ્પિટલમાં દર્દીઓની જે સ્થિતિ જોઇ તે જોતા લાગ્યું કે, જો આ એક રીત અસરકારક હોય તો મારે પણ પ્લાઝામા ડોનર બનવું જોઇએ. હું મુસ્લિમ છું અને હાલમાં કમ્યૂનિટીમાં જ સૌથી વધુ કોરોનાના કેસિસ છે. જો હું પ્લાઝમા ડોનર બનીશ તો લોકો એવું વિચારીને પ્રેરાશે કે કોઇ તબીબ ડોનર બને છે તો આપણને વાંધો નહીં આવે. બીજુ કે મોટાભાગના દર્દીઓ એવું પણ વિચારે છે કે, કોરોનાની બીમારીમાંથી અત્યારે જ ઊભો થયો છું, મને નબળાઇ લાગે છે (માનસિક વધુ હોય છે) તેવા વિચારો જે લોકો કરે છે તેમને પણ સંદેશો આપવા માગુ છું કે, જો તબીબ શારીરિક રીતે પ્લાઝામા ડોનર બનવા કોઇને સક્ષમ જાહેર કરે તો તે પ્લાઝમા નિશ્ચિંત થઇને આપી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Learn how plasma works in a patient who has recovered from the corona virus. Detailed information


from Divya Bhaskar https://ift.tt/2VDDVLD

Comments