સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ખરીદી માટે છત્રી લઇ નીકળો

તાજેતરમાં કોરોના વાયરસથી બચવા સાવચેતી ખુબ જ જરૂરી બની છે. કોરોના પોઝિટિવના કેસમાં થઈ રહેલા વધારો ચિંતાજનક હોવાથી બારડોલી પાલિકા નગરની સલામતીને ધ્યાનમાં રાખી લોકડાઉનમાં છુટના સમયે આવશ્યક વસ્તુની ખરીદી માટે નકળતી વખતે નગરજનોને પોતાની છત્રી સાથે લાવવા માટે સૂચન કર્યું છે. જેનાથી સોસિયલ ડિસ્ટન્સ જાળવાશે.બારડોલી પાલિકાનું વહીવટીતંત્ર નગરજનોની સલામતી માટે સતત કાર્યશીલ રહ્યું છે. નગરમાં શાકભાજી માર્કેટની ભીડને કાબૂમાં મોડી મોડી પણ સફળતા મળી છે. પરંતુ નગરમાં સોસિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં હજુ પણ સફળતા મળી નથી. નગરજનો સોસિયલ ડિસ્ટન્સ નહીં પાળનારા પાસે દંડ વસૂલી રહ્યાં છે. પરંતુ પરિણામ આવતું નથી. આવા સંજોગોમાં બુધવારે પાલિકાએ નગરજનોના હિત માટે નવો અભિગમ અપનાવવા અપીલ કરી છે. લોકડાઉનમાં છૂટછાટના 7થી 12ના સમય દરમિયાન આવશ્યક વસ્તુની ખરીદી માટે બજારમાં આવતાં નગરજનને સાથે છત્રી લાવવા અપીલ કરી છે. ખુલ્લી છત્રીને કારણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં મદદ મળી રહશે. જેથી ગુરુવારથી બજારમાં ખરીદી માટે આવનાર દરેક નગરજનોને સાથે છત્રી લાવવા અપીલ કરી છે. નગરજનો આ અભિગમ અપનાવે તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન આપોઆપ થઈ જશે. પાલિકાએ સાવચેતીનો અપનાવેલ ઉપાય નગરજનો માટે ફાયદાકારક છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2WchNqJ

Comments