ભાવનગર પાસેના અલંગ શીપ યાર્ડમાં લાગેલા એક શીપમાં દિપડો ઘુસી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બનાવની જાણ થતા પાલિતાણા વન વિભાગે રેસ્ક્યુઝ સહિતની કામગીરી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ અલંગ-સોસીયામા આવેલા પ્લોટ નંબર-153 કે જે વી.ડી.તાયલ નો હોવાનુ જાણવા મળેલ છે. પ્લોટમાં બે-ત્રણ મહિના પહેલા લાગેલા કીંગ કોંગ નામના જહાજમાં દિપડો ઘુસી ગયો હોવાની વાતે જંગલ ખાતુ દોડતું થયું હતુ. અને આ અંગે જંગલ ખાતા દ્વારા રેસ્કયુઝ હાથ ધરાયું હતુ.
ઉપરોકત વાતની પુષ્ટી કરતા પાલિતાણા વાઇડલાઇનના અધીકારી અર્પીત બારૈયાએ જણાવ્યું હતુ કે હા અમને પણ જાણ થઇ છે. અને અમે હાલ સ્થળ પર જઇ તપાસ કરી રહયા છીએ. આ અંગે વધુ મળતી વિગતો મુજબ છેલ્લા ચાર દિવસથી એક દિપડો તળાજા પંથકમાં ફરતો હોવાનું વન વિભાગે જાણવા મળ્યું હતું. આદિપડો ફરતો ફરતો અલંગ-સોસીયા આવી પહોંચ્યો હતો અને ઉપરોક્ત પ્લોટમાં લાંગરેલા કિંગ કોંગ શીપમાં ઘુસી ગયો હતો.
આ અંગે વનવિભાગ દ્વારા બનાવની પુષ્ટી કરતા જણાવ્યું હતું કે આ ઉપરોક્ત શીપના ડેક પર દિપડો બેઠો છે તે દરમ્યાન પ્લોટમાં ચોકીદારની નજરે ચડ્યો હતો અને તેણે ફોરેસ્ટ ખાતાને જાણ કરતા ફોરેસ્ટ ખાતા દ્વારા તેમને સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી કે કોઈ મોબાઈલ થી કે કેમેરાથી ફોટા ન પાડે કારણ કે તેની ફલેસ લાઈટથી અંજાઈને દિપડો ભાગી જશે.
ફર્સ્ટ પર્સન : મે ક્યારેય દિપડો જોયો ન હતો
સાંજે સાડા આઠ કલાકે હું અને મારા અન્ય સાથીદારો પ્લોટમાં બેઠા હતા ત્યારે જહાજમાં કોઈ મોટું જનાવર હલનચલન કરતું હોય તેવું અમને ભાસ્યું હતું તેથી અમે લોકોએ ટોર્ચ કરી અને પ્રકાશ ફેંકતા દિપડો જોવા મળ્યો હતો લાંબો સમય સુધી ડેજ પર રહ્યા બાદ દિપડો શિપની અંદરની સાઈડ જતો રહ્યો હતો છેલ્લા બે દિવસથી અમોને જહાજમાં કોઈ પ્રાણી હોવાનું લાગતું હતું પરંતુ શું છે તે સ્પષ્ટપણે દેખાતું નહોતું દિવસે પણ ક્યારેય દિપડો જોયો ન હતો. > અજીતસિંઘ, વોચમેન, પ્લોટ નંબર 153 નવયુગ સીપ બ્રેકર, અલંગની બ્રેકિંગ યાર્ડ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2znw4sX
Comments
Post a Comment