આ વર્ષે ગુજરાત ગૌરવ દિન નિમિત્તે વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાઓ યોજાશે , ગુજરાતના કોરોના વોરિયર્સ વિષય રહેશે

તા. 1લી મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ ત્રણ થી આઠ એટલે કે પ્રાથમિક અને ધો.9 થી 12 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને વિભાગમાં સ્પર્ધાઓ યોજાશે. બંને વિભાગમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધા યોજાશે. ગુજરાતના કોરોના વોરિયર્સ વિષય પર ચિત્ર, કાવ્ય કે નિબંધ તૈયાર કરવાનો રહેશે. વિદ્યાર્થીએ જાતે કૃતિ તૈયાર કરવાની રહેશે. વિદ્યાર્થીએ તારીખ 1લી મેથી 10મી મે દરમ્યાન પોતાની રીતે તૈયાર કરેલી કૃતિ જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના શિક્ષણ અધિકારીને ઈમેલથી મોકલવાની રહેશે.

ટપાલથી પણ કૃતિ મોકલી શકશે. આ માટે ઇમેલ એડ્રેસ રાજ્યકક્ષાએથી તૈયાર કરી દરેક જિલ્લાને આપવામાં આવશે અને તેની જાણ વિદ્યાર્થીઓને કરવાની રહેશે. એક વિદ્યાર્થી વધુમાં વધુ બે કૃતિમાં ભાગ લઇ શકશે. તૈયાર કરાયેલી કૃતિ પ્રથમ ઈ-મેલથી ડીઈઓને મોકલવાની રહેશે ત્યારબાદ ટપાલથી પોતે જે જિલ્લાની શાળામાં અભ્યાસ કરતા હોય ત્યાં જિલ્લા શિક્ષણ અધિકારીને 15મી સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે માત્ર ટપાલથી કૃતિ મોકલી હોય તો ઈમેલ કરવાની જરૂર નથી.

કૃતિની સાથે સ્પર્ધકનું નામ, પ્રાથમિક અને માધ્યમિક વિભાગ અભ્યાસ કરતા હોય તે શાળાનું નામ અને સરનામું, શાળાનો ડાયસ કોડ, વાલીનું ઇમેલ એડ્રેસ અને વાલીનો મોબાઇલ નંબર લખવાનો રહેશે. નિર્ણાયકો પ્રથમ ત્રણ ક્રમે કૃતિ પસંદ કરશે અને પરિણામ 25 તારીખ સુધીમાં જીસીઈઆરટીને મોકલી આપવાનું રહેશે.જિલ્લા કક્ષાએ દરેક સ્પર્ધામાં અને દરેક વિભાગમાં પ્રથમ આવનારને રૂપિયા 15,000 દ્વિતીય ક્રમના ને રૂપિયા 11,000 અને તૃતીય ક્રમે આવનારને રૂપિયા 5,000 તેમજ રાજ્યકક્ષાએ પસંદ થનારા પ્રત્યેક રૂપિયા 25 હજારનું ઇનામ આપવામાં આવશે તેમ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જણાવાયું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3bTGUWa

Comments