ખેરગામ પોલીસની જીપને અકસ્માત, કોઇ જાનહાનિ નહીં

ખેરગામ પોલીસ મથકના પીએસઆઇ જી.એસ.પટેલ પોતાના સરકારી જીપમાં પોતાના સ્ટાફ સાથે ખેરગામ બહેજ રોડ ઉપર ખેરગામ તરફ આવતા તેઓની સરકારી જીપના આગળના ભાગના ટાયરમાં અચાનક પંચર થતા પોલીસ જીપ રોનગ સાઇટમાં ખેંચાય જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.પરંતુ જીપમાં સવાર પીએસઆઇ સહિત અન્ય કર્મચારીઓનો આબાદ બચાવ થયો હતો.જોકે સરકારી જીપમાં સવાર તમામને કોઈ જાનહાની નહિ થતા રાહત અનુભવી હતી.પોલીસની સરકારી જીપને જે.સી.બી મસીન દ્વારા ભારે જહેમત બાદ બહાર કઢાઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/2VRyMzX

Comments