નવા સત્રમાં CBSE ધો.11-12માં ત્રણ વિષયના યુનિટ ઓછા કરાયા

કોરોના વાઇરસ અને લોક ડાઉનના કારણે 2020-21ના સત્રનો એક મહિનો ઓછો થઈ ગયો છે. જેના પગલે સીબીએસઇ વિવિધ વિષયમાં બદલાવ કર્યો છે.ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓને રાહત આપતા સિલેબસમાં અમુક યુનિટ ઓછા કરી નાખ્યા છે. જેથી વિદ્યાર્થીઓ સત્રમાં પોતાનો કોર્સ પૂરો કરી શકે બોર્ડના આદેશ અનુસાર તમામ સ્કૂલોએ ઓનલાઇન ટેસ્ટ લેવાની શરૂઆત કરી હતી.

કોરોના વાઇરસનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે સરકારે 3 મે સુધી લોકડાઉન લંબાવી દીધું છે. એપ્રિલમાં શરૂ થતું સત્ર મોડું શરૂ થવાનું છે. બોર્ડે 9 થી 12 ધોરણ સુધી અમુક સિલેબસ ઓફ કરી નાંખ્યો છે. ધોરણ 8માં પહેલાથી જ સિલેબસ ઘટાડી નાખવામાં આવ્યો હતો. બોર્ડ ધોરણ 11 -12 બાયોલોજી, કેમેસ્ટ્રી કોમ્પ્યુટર, સાયન્સ, ઇકોનોમિક્સ, ઇંગ્લીશ સ્કોર, ફિઝિક્સ, મેથ્સ વિષયના યુનિટ ઓછા કરી દીધા છે. ધોરણ 9માં ઇંગ્લિશ લેંગ્વેજ લિટરેચર તથા હિન્દી અને ધોરણ 10માં સોશિયલ સ્ટડી વિષયમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. કોર્સ પૂરો કરવા ફેરફાર કરાયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
In the new session, three subject units were reduced in CBSE Std. 11-12


from Divya Bhaskar https://ift.tt/3aI9R5Z

Comments