JC બેન્કની મનમાની સામે રેલ કર્મચારીઓમાં ભારે કચવાટ, લોકડાઉનમા તમામ બેન્કો કાર્યરત છે

કોરોના વાયરસના ફેલાવાને કારણે ભારતમાં લોકડાઉન કરવામાં આવેલું છે. પરંતુ આ લોક ડાઉનની પરિસ્થિતિ વચ્ચે સામાન્ય લોકોના આર્થિક સંકટ ઊભું ન થાય તેના માટે તમામ બેન્કો ચાલુ રાખવાનું સરકારે પ્રાવધાન કરેલું છે. બીજી તરફ રેલ કર્મચારીઓની જેસી બેન્ક પોતાની મનમાની સામે ચલાવી અને બેન્ક બંધ રાખતા કર્મચારીઓમાં કચવાટની લાગણી ફેલાઇ છે.
આ અંગે માહિતી આપતાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ભાવનગર ડિવિઝનલ સેક્રેટરી બી.એન.ડાભીએ જણાવ્યું હતું કે, કોવિડ19થી દરેક લોકો પરેશાન છે અને મોટાભાગના લોકો આર્થિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે તેવા તબક્કામાં ભારતીય રેલવેની જેસી બેંકની હેડ ઓફિસ મુંબઈ અને તેની તમામ બ્રાન્ચ બંધ કરી દેવામાં આવી છે તેના કારણે કર્મચારીઓની લોન, સેટલમેન્ટ પેન્ડિંગ, કર્મચારીઓને નાણાં ઉપાડ, નવી લોન ની જરૂર હોય તો જેસી બેન્ક બંધ હોવાથી હજારો રેલ કર્મચારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
કોરોના વાયરસના સંકટ સમયે પણ ભારતની અન્ય બેન્કો પોતાના ગ્રાહકોને વ્યવસ્થિત રીતે સેવાઓ પૂરી પાડી રહી છે, તો જેસી બેન્ક પાસે પૂરતું સ્ટાફ સંખ્યાબળ હોવા છતાં બેન્કને શા માટે બંધ કરવામાં આવી અને હજારો રેલ કર્મચારીઓને પોતાના નાણાંના વહીવટથી શા માટે વંચિત રાખવામાં આવી રહ્યા છે તેના અંગે જેસી બેન્ક સમક્ષ ડિવિઝનલ સેક્રેટરી દ્વારા ધારદાર રજૂઆતો કરવામાં આવેલી છે .



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2yW5LKg

Comments