કોરોના પછી ઉદ્યોગ ધંધાને પ્રાણ ફૂંકવા MSMEના સચિવપદે એ.કે. શર્મા નિમાયા, અનિતા કરવલને સચિવ કક્ષાએ પ્રમોશન આપ્યું

કોરોનાની ઝપેટમાં આવી ગયાં બાદ ભારતમાં અર્થતંત્ર અને અન્ય વ્યવસ્થાઓની ગાડી પાટે ચડાવવા કેન્દ્ર સરકારે રવિવારે મોટાપાયે સનદી અધિકારીઓની બઢતી અને બદલીના હુકમો કર્યાં છે. તે પૈકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અતિવિશ્વાસુ ગણાતા 1988 બેચના અરવિંદ કુમાર શર્માને MSMEના મંત્રાલયના સચિવ તરીકે નિમ્યા છે. સીબીએસઇના ચેરપર્સન અનિતા કરવલને અધિક સચિવ કક્ષાએથી સચિવ કક્ષાના પ્રમોશન સાથે માનવ સંસાધન મંત્રાલયના શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા સચિવ તરીકેનો મુખ્ય હવાલો સોંપાયો છે. 1987 બેચના આરપી ગુપ્તાને પણ નીતિ આયોગના સ્પેશિયલ સેક્રેટરીને બદલે હવે વન અને પર્યાવરણ મંત્રાલયના સચિવ બનાવાયા છે, જ્યારે 1988 બેચના ગુજરાત કેડરના અધિકારી બિદ્યુત બિહારી સ્વૈનને કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રી હેઠળના ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સના સ્પેશિયલ સેક્રેટરી તરીકે બઢતી અપાઇ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અનિતા કરવલ અને બી.બી.સ્વૈન


from Divya Bhaskar https://ift.tt/3570UBT

Comments