USમાં ભારતીય મૂળના ભાઇ-બહેન વૃદ્ધોમાં કોરોના વાઈરસથી લડવાનો જુસ્સો જગાવી રહ્યા છે, 1000થી વધુ વૃદ્ધોને લાભ થયો

કોરોનાની સૌથી ખરાબ અસર વૃદ્વોના આરોગ્ય પર થઇ છે. તેનાથી તેમનામાં ડર બેસી ગયો છે અને તેઓ ઇમોશનલી નકારાત્મક થવા લાગ્યા છે. યુરોપિયન દેશો ઉપરાંત અમેરિકામાં પણ વૃદ્ધો પરેશાન છે. તેને જોતા પેન્સિલ્વેનિયામાં રહેતા ભારતીય મૂળના ભાઇ- બહેન ત્યાંના વૃદ્ધોને કોરોના સામે લડવા ભાવનાત્મક રીતે મજબૂત કરવાની પહેલ કરી રહ્યા છે. આ વૃદ્ધોને નોટપેડ, આર્ટ, સ્કેચ બુર, કલર પેન્સિલ અને સુડોકૂ જેવી વસ્તુઓ આપે છે. જેથી તેઓ પોતાની લાગણીઓ વ્યક્ત કરે. વૃદ્ધો લખી કે સ્કેચ બનાવી મનનો બોજ હળવો કરી લે છે. તેનાથી કોરોના વિરુદ્ધ પણ પોતાને મજબૂત બનાવી રહ્યા છે. મોટી વાત એ છે કે આ કામ માટે બાળકો જાતે ફંડ એકત્રિત કરે છે.

પોઝિટિવિટી ફેલાવવામાં મદદ થાય છે
હિતા ગુપ્તા (15) હાઇસ્કૂલ અને તેમનો નાનો ભાઇ દિવિત ગુપ્તા (9) ચોથા ધોરણમાં ભણે છે. લોકડાઉનને કારણે સ્કૂલ બંધ છે, તેથી આ સમયમાં તેઓ વૃદ્વો માટે કામ કરી કરી રહ્યા છે. હિતા બ્રાઇટન એ ડે નામની એનજીઓ પણ ચલાવે છે. આ અભિયાનમાં આશરે 2700 બાળકો જોડાઇ ચૂક્યા છે. જ્યારે 50 નર્સિંગ હોમના વૃદ્ધો સુધી તેની પહોંચ છે. અમેરિકામાં મોટી સંખ્યામાં વૃદ્ધો એકાકી અથવા તો નર્સિંગ હોમમાં રહે છે. કોરોનાના કારણે તેમના મનમાં નકારાત્મકતા જલદી પ્રસરાવવા લાગી છે. તેનાથી બહાર નીકળવા કેટલાક વૃદ્ધોને નોટપેડ અને કલર પેન્સિલ અપાઇ. પ્રારંભમાં તેમણે બહુ ધ્યાન આપ્યું નહીં. પરંતુ ધીમે-ધીમે આ લોકો પોતાના મનની વાત રંગો અને સ્કેચ દ્વારા વ્યક્ત કરવા લાગ્યા. આ કોશીશને વૃદ્ધો એટલી પસંદ કરવા લાગશે તેનો કોઇને ખ્યાલ પણ નહતો. તેઓ પહેલાં કરતા વધુ પોઝિટિવ મહેસુસ કરવા લાગ્યા છે. તેમણે આ પહેલ એટલી સારી લાગી કે તેમણે તનો પ્રચાર પણ કરવા માંડ્યો છે.

વૃદ્ધો હવે જાતે સંપર્ક કરી બાળકોથી આ સામગ્રી મંગાવી રહ્યા છે
બે મહિનાતી ચાલતી આ પહેલના પ્રયાસથી 50 નર્સિંગ હોમના એક હજાર વૃદ્ધો જોડાઇ ગયા છે. હવે તેઓ જાતે સંપર્ક કરી આ સામગ્રી મંગાવે છે. અમેરિકામાં વૃદ્ધો માટે ખાસ પ્રકારના નર્સિંહ હોમ છે. કોરોનાના કારણે આ નર્સિંગ હોમને સ્થાનિક તંત્રે આઇસોલેટ કરી દીધા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પેન્સિલ્વેનિયામાં રહેતા ભારતીય મૂળના ભાઇ- બહેન ત્યાંના વૃદ્ધોને કોરોના સામે લડવા ભાવનાત્મક રીતે મજબૂત કરવાની પહેલ કરી રહ્યા છે


from Divya Bhaskar https://ift.tt/3bHxHjs

Comments