USમાં 57128 મોત, 55 વર્ષ પૂર્વે વિયેતનામ યુદ્ધમાં આટલાં સૈનિકો મૃત્યુ પામ્યા હતા

55 વર્ષ પૂર્વે વિયેતનામ યુદ્ધમાં અમેરિકાના 58 હજાર સૈનિકો મૃત્યુ પામ્યા હતા. આ આંકડાનો ઉલ્લેખ એટલા માટે કેમ કે કોરોનાના કારણે મંગળવોર અમેરિકામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ 58 હજારને વટાવી ચૂકી છે. આખી દુનિયામાં અમેરિકા જ એકમાત્ર એવો દેશ છે જ્યાં કોરોના ઈટાલી અને ચીનથી પણ વધુ ભયાવહ સ્તરે ફેલાયો છે. અત્યાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે. ગત 24 કલાકમાં જ અમેરિકામાં 1500 લોકો મૃત્યુ પામ્યા. ગત અનેક દિવસોથી અહીં દરરોજ 1000થી વધુ લોકો મૃત્યુ પામી રહ્યાં છે.
ન્યૂયોર્ક અને ન્યુજર્સીમાં જ 4 લાખથી વધુ કેસ
અમેરિકામાં સૌથી વધુ દયનીય હાલ ન્યૂયોર્ક અને ન્યુજર્સીની છે. ન્યૂયોર્કમાં અત્યાર સુધી 3 લાખ કેસ મળી ચૂક્યા છે. જ્યારે 22 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે ન્યુજર્સીમાં સવા લાખ પોઝિટિવ કેસ આવ્યા છે અને મૃત્યુનો આંકો અહીં 6 હજારને વટાવી ચૂક્યો છે. સમગ્ર અમેરિકામાં જેટલા મૃત્યુ થયા છે તેના 45 ટકા ફક્ત ન્યૂયોર્કમાં થયા છે. કેલિફોર્નિયા, મેસાચ્યુસેટ્સ, પેનસિલ્વેનિયા સતત હોટસ્પોટ બનેલા છે.

ટોચના 7 દેશોમાં 66% કેસ અને 76 % મૃત્યુ

દેશ કેસ મૃત્યુ
અમેરિકા 1010507 57000
સ્પેન 232128 23822
ઈટાલી 199414 26977
ફ્રાન્સ 165842 23293
જર્મની 158768 6136
યુકે 157149 21092
તૂર્કી 112261 2900
કુલ 20,36,069 1,61,220


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2Sh1pEp

Comments