સરકારે ડાંગરના ટેકાનો ભાવ 10 રૂપિયા વધારી 373 કર્યો, ટેકાના ભાવે ખરીદી કરવા નિર્ણય

ઓલપાડ તાલુકામાં ઉનાળુ ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન થવા સાથે ખેડૂતોએ ડાંગરનો ઉંચો ભાવ મળવાની આશા હતી. ત્યાં સરકારે ટેકાના ભાવમાં કોઈ વધારો ન કરતા ખેડૂતોની મજબુરીનો લાભ ઉઠાવી વેપારીઓ દ્વારા ડાંગરના બફર સ્ટોક સામે બજાર માંગ નીચી રહેવાની બીક બતાવી હતી. એક મણે 70 રૂપિયા સુધી નીચા ભાવે ખરીદી કરી લૂંટ ચલાવી હતી. ત્યારે અખબારી અહેવાલ સાથે ખેડૂત સમાજની મુખ્યમંત્રીને રજૂઆતને અંતે સરકારે ટેકાના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરી 373 નક્કી કરી ખેડૂત તરફી નિર્ણય કર્યો છે.
ઓલપાડ તાલુકામાં ખેડૂતો ડાંગરનો પાક સહકારી મંડળીઓમાં ભરતા આવ્યા છે. ચાલુ સીઝનમાં ડાંગરનું મોટું ઉત્પાદન થતા સીધી ખરીદી કરતા વેપારીઓ ડાંગરના બફર સ્ટોક સામે માંગ નીચી રહેવાની બીક બતાવી ખેડૂતો પાસે ટેકાના ભાવ 353 કરતા મણ દીઠ 73 રૂ નીચા ભાવે ખરીદી કરી લૂંટ ચલાવી હતી. આટલું જ નહી પણ તાલુકાની સહકારી મંડળી પૈકી કેટલીક મંડળીએ ડાંગરના 340 થી 345 ભાવ ચૂકવ્યો હતો.અંતે સરકારે ટેકાના ભાવમાં મણે રૂપિયા 10નો વધારો કરી 373 નક્કી કરી ખેડૂતોના હિતનો નિર્ણય કર્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The government has increased the support price of paddy by Rs 10 to Rs 373, a decision to buy at the support price


from Divya Bhaskar https://ift.tt/2yMJTBu

Comments