જૈનતીર્થ શંખેશ્વર ખાતે આવેલ 108 પાર્શ્વનાથ જિનાલયમાં 31 વર્ષથી પૂજારી તરીકે ફરજ બજાવતા અને 3 વર્ષથી મુખ્ય પૂજારી તરીકે મૂળનાયકની પક્ષાલ પૂજા કરતા ભવનભાઈ રતુભાઈ દેસાઈનું મંગળવારે વહેલી સવારે 3 થી 4 વાગ્યા દરમ્યાન હાર્ટ એટેકથી અવસાન થયું હતું. જેમના સમાચાર મળતા 108 સ્ટાફ અને શંખેશ્વરમાં નાડોદા રાજપૂત સમાજમાં ઘેરો શોક વ્યાપ્યો હતો. 108માં બિરાજમાન રાષ્ટ્રીય સંત જ્યોતિષાચાર્ય ડૉ. હેમચંદ્રસુરીશ્વરજી મહારાજાએ તેમની પૂજારી તરીકેની પ્રેમ સભર પ્રભુ સેવાની કાર્યભક્તિ ને બિરદાવી હૃદયાનજલિ અને ભાવાનજલિ અર્પણ કરી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gqFm8J
Comments
Post a Comment