બોમ્બે માર્કેટ કમિટી, ભાડુઆત અને દુકાન માલિકની કાલે મીટિંગ, રાહત નહીં મળે તો વધુ 10 દુકાનો ખાલી કરવાની ચીમકી

બોમ્બે માર્કેટના ભાડુઆતી રિટેઈલર્સે દુકાન માલિકો પાસે લોકડાઉનના બે માસનું ભાડું નહીં વસૂલ કરવા તેમજ આવનારા 6 મહિનાના ભાડામાં 50 ટકા રાહત આપવાની માંગ કરી છે. જોકે, આ માંગણીનો અસ્વીકાર થતાં શુક્રવારે 4 કલાક સુધી માર્કેટમાં વિરોધ પ્રર્દશન કરાયો હતો. જેને પગલે શનિવારે બોમ્બે માર્કેટના ભાડુઆત વેપારીઓ દ્વારા કલેક્ટરને આવેદન આપીને લોકડાઉનના સમયનું ભાડામાં રાહત અપાવવા બાબતે માંગણી કરી છે.

બોમ્બે માર્કેટ ભાડુઆત રિટેઈલર્સ એસોસિએશનના પ્રમુખ લાલુ દેસાઈ જણાવે છે કે, બોમ્બે માર્કેટમાં 500 દુકાનો આવેલી છે. જેમાંથી 400 ભાડુઆત છે, લોકડાઉનના બે માસમાં દુકાનો બંધ હતી જેથી ભાડામાંથી મુક્તિ આપવામાં આવે તેમજ આવનારા 6 માસના ભાડામાં 50 ટકા રાહત આપવામાં આવે એવી માંગણી અમે કરી હતી. આ માંગણીઓનો દુકાન માલિકો દ્વાર અસ્વીકાર થતાં અમે શનિવારે કલેક્ટરને આવેદન આપ્યું છે. આ વાતની જાણ બોમ્બે માર્કેટની મેનેજમેન્ટ કમિટીને થતાં સોમવારે દુકાન માલિકો, ભાડુઆતી રિટેઈલર્સ સાથે એક મીટિંગનું આયોજન કરાયું છે. અત્યાર સુધી 20 જેટલા શો-રૂમ ખાલી થઈ ચૂક્યા છે અને તેની ચાવી દુકાન માલિકોને સોંપવામાં આવી છે. જો સોમવારે કોઈ યોગ્ય સમાધાન નહીં આવે તો તો વધુ 10 દુકાનો ખાલી થશે અને ચાવી દુકાન માલિકોને સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શનિવારે પણ 10ઃ30 વાગ્યાથી 2 વાગ્યા સુધી બોમ્બે માર્કેટના ભાડુઆતી રિટેઈલર્સ દ્વારા વિરોધ પ્રર્દશન કરવામાંઆવ્યા હતા.

દુકાનો બંધ હોવાથી ધંધો ન થયો હોવાની રજૂઆત

સોમવારથી મોટા ભાગની ટેક્સટાઈલ માર્કેટો ખુલી રહી છે. છેલ્લા બે માસમાં દુકાનો બંધ હોવાથી વેપાર થયો નથી તેથી તેમને ભાડામાં રાહત મળે એ હેતુથી વિવિધ માર્કેટના વેપારીઓએ પોતાના મેનેજમેન્ટ પાસેથી ભાડામાં રાહત આપવાની માંગણી કરી છે. આરકેટીએમ સહિતની કેટલીક માર્કેટોએ લોકડાઉનના 3 માસના ભાડામાં મુક્તિ આપવા સહિત નાણાંકીય વર્ષ 2020-21ના સમગ્ર ભાડામાં 50 ટકા રાહત આપવા માંગ કરી રહી છે. એ સાથે જ જે વેપારીઓએ ભાડા એડવાન્સમાં આપી દીધા છે તેમને ભાડાની રકમના પ્રમાણે આગળના મહિનાઓમાં રાહત આપવા પણ માંગ કરાઈ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3dkfeKP

Comments