13માં દિવસે ભાનમાં આવ્યા, 18 દિવસ વેન્ટિલેટર પર રહ્યા બાદ 65 વર્ષના વૃદ્ધે કોરોનાને હરાવ્યો

સ્થિતિ ગંભીર હતીઅમારા માટે આ ખુબ જ અઘરો કેસ હતો. દર્દીને બચાવવા માટે ડોક્ટરો જાન લગાવી દે છે. ધનરાજભાઈ પાટીલ 70% મોતની નજીક પહોંચી ગયા હતાં. અમે ફેમિલીને કહ્યું હતું કે, ‘અમે દવા કરી રહ્યાં છીએ, તમે દુઆ કરો.’ -ડો.અશ્વિન વસાવા

સ્થિતિ ગંભીર હતી
અમારા માટે આ ખુબ જ અઘરો કેસ હતો. દર્દીને બચાવવા માટે ડોક્ટરો જાન લગાવી દે છે. ધનરાજભાઈ પાટીલ 70% મોતની નજીક પહોંચી ગયા હતાં. અમે ફેમિલીને કહ્યું હતું કે, ‘અમે દવા કરી રહ્યાં છીએ, તમે દુઆ કરો.’ -ડો.અશ્વિન વસાવા
જેમ દિવસો જતા હતા તેમ મોત દેખાતું હતું:મને શરદી ખાંસી હતી, જેથી સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો. મારું ઓક્સિજન લેવલ ખુબ જ ઓછું થઈ ગયું હતું. એટલે વેન્ટિલેટર પર રાખવાની ડોક્ટરો તૈયારી કરતાં હતાં. ત્યાર બાદ હું જાગ્યો ત્યારે હું ક્યાં હતો, મને શું થયું છે, તેની મને જાણકારી ન હતી. ડોક્ટરોએ કહ્યું કે, ‘હું 13 દિવસ પછી ભાનમાં આવ્યો છું.’ મને કુલ 18 દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. આટલા દિવસો સુધી હોસ્પિટલમાં શું ચાલી રહ્યું હતું, મને કંઈ જ યાદ નથી. બસ મને એટલું જ ખબર છે, કે, જેમે જેમ દિવસો જતાં હતાં તેમ તેમ મને મારું મોત દેખાતું હતું. બસ સૌથી પહેલાં ડોક્ટરો અને ભગવાનનો આભાર માનું છું, હું બચી ગયો છું.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3cl4jiv

Comments