ઇન્કમટેક્સમાં રિટર્નની સિસ્ટમ બદલાઇ, હવે માત્ર એક ક્લિકથી અધિકારીઓ શહેરના 15 લાખ કરદાતાની આવકની વિગત મેળવશે

1લી જુનથી આઇટીની એક નવી જ સિસ્ટમની શરૂઆત થવા જઈ રહી છે. જેમાં એક ક્લિકથી અધિકારીઓ કરદાતાઓની કુંડળી કાઢી લેશે. ખાસ કરીને 30 લાખથી વધુની મિલકતની ખરીદી-વેચાણ, દસ લાખની સેવિંગ્સ, બેંકમાંથી રોકડ ઉપાડ વગેરે વિગતો સરળતાથી મેળવી લેશે. આ માહિતી આપવામાં બેંકાે, રજિસ્ટ્રાર કચેરી ઉપરાંત બીજી સંસ્થાઓ આવકવેરા વિભાગની મદદ કરશે. સી.એ. ડેનિશ ચોકસી કહે છે કે અનેક જગ્યાએથી માહિતી આવે છે તેના આધારે જ મોટાભાગની કાર્યવાહી થાય છે.

ફેરફારને આ રીતે સમજો
1લી જૂન, 2020થી અમલમાં આવનારી કલમ-285 બીબીના લીધે આવકવેરા અધિકારી કરદાતાની સંપૂર્ણ લેવડ-દેવડની માહિતી કરદાતાના રજિસ્ટર્ડ એકાઉન્ટમાં અપલોડ કરવાની છે. જેના આધારે કરદાતાના રિટર્નમાં બતાવેલી આવક અને કેપિટલ ગેઇનના વ્યવહારોની સચ્ચાઈ પ્રતીત થશે. આ ફોર્મ નંબર-26 એએસનો નવો અવતાર છે.

અત્યાર સુધી શું સિસ્ટમ હતી
અત્યાર સુધી કરદાતાના ટીડીએસ-ટીસીએસ વ્યવહાર, એડવાન્સ ટેક્સ, સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ અ્ને રિફન્ડની માહિતી જ દેખાતી હતી. હવે કરદાતાએ 30 લાખની ઉપરની મિલકતોના વ્યવહારો, જંત્રી વેલ્યુ, દસ લાખથી વધારે સેવિંગ્સ ખાતામાં રોકડ જમા, બેંકમાંથી રોકડ ઉપાડ, 80-જીના ડોનેશનો, ઇન્કમટેક્સ એસેસમેન્ટની વિગતો મળી રહેશે.

કોણ કઇ-કઇ માહિતી આપશે

બેંક: કરદાતાએ વર્ષમાં કેટલા રૂપિયા ઉપાડયા, જમા કર્યા, રોકડ કેટલાંક અને ચેકની રકમ કેટલી.
ડિલર: કોણે કઇ ગાડી ખરીદ છે, આ ગાડીની કિંમત કેટલી છે. તે લોન પર લેવામાં આવી છે,
પોસ્ટ ઓફિસ: કઇ સ્કીમ હેઠળ કેટલાં રૂપિયા ક્યાં ઇન્વેસ્ટ કરવામાં આવ્યા છે,
સબ-રજિસ્ટાર: કરદાતાએ ક્યાં જમીન કે પ્લોટ કે રો-હાઉસ-ફ્લેટ લીધો એની માહિતી મળશે.
જ્વેલર્સ: કેટલાં રૂપિયાની જ્વેલરી ખરીદી, શું ખરીદવામાં આવ્યુ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2zNQcFb

Comments