ધંધો શરૂ કરતાં જુનું પેમેન્ટ15 દિવસમાં ક્લિયર કરવું પડશે, કલર કેમિકલ મર્ચન્ટ્સે નિયમો ઘડ્યા

ટેક્સટાઈલ સાથે સંકળાયેલા વિવિધ સેક્ટર ધીમે-ધીમે કાર્યરત થઈ રહ્યા છે. ત્યારે આજથી શરૂ થતાં કલર કેમિકલ્સ મર્ચન્ટ્સના વેપારમાં પેમેન્ટને લઈને નવા નિયમો ઘડવામાં આવ્યા છે.આ અંગે સુરત કલર કેમિકલ મર્ચન્ટ્સ એસોસિએશનના પ્રમુખ દક્ષેશ પારેખે

જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં વહેલુ-મોડુ પેમેન્ટ આવી જતું હતું. લૉકડાઉનના કારણે જ્યારે 60 દિવસથી ધંધો બંધ છે. ત્યારે તેને ફરીથી શરૂ કરવા માટે દરેક ધંધા-વેપારમાં કેપિટલની જરૂરિયાત રહેનારી છે. આવા સંજોગોમાં અમારી વિડીયો કોન્ફરેન્સમાં નિર્ણય કરાયો છે કે, જે મિલોના જુના પેમેન્ટ્સ બાકી છે અથવા જુના પેમેન્ટ પેટે આપેલા ચેક પરત થયા છે. તેથી તેમણે નવો વેપાર શરૂ કરતાં પહેલાં આવનારા 15 દિવસ એટલે કે 15 જૂન સુધીમાં પેમેન્ટ કરી દેવાનું રહેશે. જો જુનું પેમેન્ટ ક્લિયર નહીં થાય તો મિલોમાં કલર કેમિકલ્સની સપ્લાય કરવામાં આવશે નહીં. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વેપારી થી વેપારી કે વેપારીથી મિલ વચ્ચે થયેલા વેપારમાં ક્રેડિટ લિમિટ 60 દિવસની અને છુટછાટ સાથે વધુમાં વધુ 90 દિવસની કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમારી સાથે કુલ 250 મર્ચન્ટ્સ છે, જ્યારે સુરતમાં 1000 જેટલા કલર કેમિકલ્સ મર્ચન્ટ્સ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3eyTDOX

Comments