કોર્પોરેટર સતીષ પટેલના ડ્રાઇવરની લડાઈમાં 1ની હત્યા, બીજો ઇજાગ્રસ્ત

કરફ્યુ દરમિયાન ભેસ્તાનના ભૈરવ નગરમાં શનિવારે મોડીરાતે પરપ્રાંતિય કારીગરની હત્યા થતા ચકચાર મચી ગઈ છે. કારીગર તેના મિત્ર સાથે મોપેડ પર શનિવારે રાતે 12 વાગ્યે ઘરે આવી રહ્યો હતો ત્યારે ભૈરવનગરમાં ટોળાએ બંનેને વિક્કીના માણસો સમજીને ચપ્પુ, લાેખંડનો પાઇપ અને લાકડાના ફટકા વડે માર મારતા સ્મીમેરમાં ખસેડાયા હતા. જ્યાં રવિવારે સવારે સંગમ પંડિતનું મોત થયું હતું. બીજાને ઇજા થઇ હતી.સંગમ મૂળ યુપીનો છે અને હાલ સચીનમાં મિલમાં નોકરી કરે છે. સંગમ સાથે કાપડ વેપારી સુજીત રામનરેશસીંગ હતો. ઝઘડાનું મૂળ કારણ પ્રતિક અને વિક્કી છે. શરૂઆતમાં વિક્કી તેના માણસો સાથે ભૈરવનગરમાં પ્રતિક સાથે મારામારી કરવા આવ્યો હતો. ત્યારે વિક્કીને માર મારી તેની બાઇક સળગાવી મુકી હતી. આ ઘટના પછી આ સોસાયટીમાં કાપડ વેપારી સુજીત શનિવારે સાંજે મિત્ર સંગમ સાથે ભૂલથી ઘુસી ગયા હતા. પ્રતિક અને સાગરિતોએ વિક્કીનો માણસ સમજી તિક્ષણહથિયારથી હુમલો કરતા સંગમની હત્યા થઈ હતી. હત્યાના ગુનામાં કોંગ્રેસના કોર્પોરેટર સતીષ પટેલની સામે પણ શંકાની સોય લાગી રહી છે. પોલીસે કોર્પોરેટર સતીષ પટેલ અને તેના ડ્રાઇવર પ્રતિકની પૂછપરછ શરૂ કરી છે. 3 દિવસ પહેલા સતીષના ડ્રાઇવરની વિક્કી સાથે માથાકૂટ થઈ હતી. તેમાં 100 નંબર પર પોલીસને કોલ મળ્યો હતો.પાંડેસરા પોલીસે પ્રતિક, મેહુલ, રાજુ, સતીષ, વિશાલ અને પિનાક સામે ગુનો નોંધ્યો છે.આ મામલે સતીષ પટેલનો ટેલિફોનિક સંપર્ક થઇ શકયો ન હતો.

હાલ પૂછપરછ ચાલુ છે

કોર્પોરેટર સતીષ પટેલની હત્યામાં સંડોવણી છે કે કેમ તે તપાસ કરાશે. જો તેમની સંડોવણી હશે તો ચોક્કસ તેમની સામે કાર્યવાહી કરાશે. હાલમાં તેમની પૂછપરછ ચાલુ છે.> જે.કે.પંડયા, એસીપી-એફ ડિવીઝન

કઇ બાબતમાં હુમલો થયો, તેની મને ખબર નથી

હું અને મારો મિત્ર જઈ રહ્યા હતા ત્યારે સતીષ પટેલ ,ધમો અને મેહુલ સહિતના ટોળાએ ચપ્પુ,દંડા અને અન્ય વસ્તુથી હુમલો કર્યો હતો. હું તો સતીષ પટેલને ઓળખતો નથી.એ લોકો અંદર અંદર એકબીજાના નામ બોલતા હતા જેથી મને નામ ખ્યાલ છે.મારા હાથ પર જે ચપ્પુ મારવામાં આવ્યું છે એ કદાચ સતીષ પટેલે જ માર્યું હશે.ચારે તરફથી હુમલો થઇ રહ્યો હતો એટલે મને યાદ નથી કે કોણેે શુ માર્યું.હું જોઇશ તો તમામને ઓળખી જઈશ.30થી 35ના ટોળાએ હુમલો કર્યો છે.મને ખબર નથી કે કઈ મેટરમાં અમારી પર હુમલો થયો. > રોહન ઉર્ફે સુજીતસિંહ, ભોગબનનાર

પ્રતિકની સોસાયટીમાં વિક્કી દારૂ પીને આવતા ઝઘડો થયો હતો

વિક્કી ઉર્ફે વિકાસ પ્રતિકની સોસાયટીમાં દારૂ પીવા માટે આવતો હતો. જેથી પ્રતિકે તેને પીને અહીં આવવું નહિ એમ કહેતા માથાકૂટ થઈ હતી. શુકવારે વિક્કી ઉર્ફે વિકાસની પ્રતિક ઉર્ફે ગંજી સાથે મારામારી થઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3gEpOyc

Comments