શિક્ષકે 2 દિવસમાં બનાવ્યું UV સેનિટાઈઝર મશીન, યોગ્ય આવૃત્તિ અને તીવ્રતા વાળા અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઉપયોગ

મૌની ઈન્ટરનેશનલ સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં યાજ્ઞિક કણજરીયાએ મોબાઈલ, પર્સ, માસ્ક અને ચશ્માં જેવી નાની વસ્તુઓને સેનિટાઈઝ કરવા માટે બે દિવસની મહેનત બાદ UV સેનેટાઈઝર મશીન બનાવ્યું છે. જેમાં યોગ્ય આવૃત્તિ અને તીવ્રતા વાળા અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઉપયોગ કરી વાઇરસ મારી શકાય છે. આ મશીનમાં એક સાથે ૧૨ થી ૧૫ મોબાઈલ તેમજ પર્સ, ચશ્માં, માસ્ક જેવી વસ્તુ માત્ર ૨ મિનીટ ની પ્રક્રિયામાં સેનેટાઈઝ કરી શકાય છે.

કેવી રીતે આઈડિયા આવ્યો?
શાળાનો સ્ટાફ સાથે લાવતાં પર્સ, ચશ્માં,મોબાઈલ ,કે અન્ય વસ્તુ સેનિટાઈઝ કરી શકાય તો સ્વયં સુરક્ષા વધુ અસરકારક બની શકે. એટલા માટે મશીન બનાવવા માટે દિલ્હીથી અલ્ટ્રાવાયોલેટ વાળી ટયૂબલાઇટ મંગાવી આ મશીન બનાવ્યું છે. જેને હાલ શાળામાં મુક્યું છે.

શું છે ખાસિયત?:અલ્ટ્રાવાયોલેટ કિરણોનું રિફ્લેક્શન આંખો ન પર આવે તે માટે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મશીનમાં એક ફુટ સુધીની કોઈ પણ વસ્તુને સેનિટાઈઝ કરી શકાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Teacher made UV sanitizer machine in 2 days, using ultraviolet rays of appropriate frequency and intensity


from Divya Bhaskar https://ift.tt/2XO3Fov

Comments