પુણામાં દુધ વેચતાં યુવકના ખિસ્સામાંથી 20 હજાર ચોરાયા, આરોપી વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

કોરોનાના કારણે જાહેર થયેલા લોક ડાઉને લોકોના કામ-ધંધાની પેટર્ન પણ બદલી નાખી છે. કાપડનો ધંધો બંધ થતા એક વેપારીએ દુધ વેંચવાનું શરૂ કર્યું પણ જ્યારે તે દુધ વેચવા નીકળ્યો ત્યારે તેના 20 હજાર રૂપિયા ચોરાઈ ગયા.
પુણાના કારગીલ ચોક વિસ્તારમાં નર્વેદ સાગર સોસાયટીમાં રહેતા જીગર હરેશ રાજ્યગુરૂ સિટી લાઈટ વિસ્તારમાં તૈયાર કપડાંનો વેપાર કરતા હતા. પરંતુ લોક ડાઉનના કારણે વેપાર બંધ થતા દુધનું છુટક વેચાણ કરવા લાગ્યા છે. ૨૨મીએ તેઓ દુધ લેવા બાઈક પર ભટાર જઈ રહ્યા હતા ત્યારે પેટ્રોલ પૂરું થતાં ઓટોમાં પેટ્રોલ લેવા નીકળ્યા હતાં. ઓટોમાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા તસ્કરે એમના પર્સમાંથી ૨૦ હજાર રૂપિયાની ચોરી કરી લીધી હતી.જીગરે અજાણ્યા આરોપી વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2zwkRHe

Comments