વધેલા વીજ ચાર્જમાં રાહત આપવા માંગ, જીઆઈડીસીમાં 2250 એકમો છે. તે પૈકી 350 માંડ શરૂ થયા છે

સચિન ઈન્ડસ્ટ્રિયલ સોસા.દ્વારા કેપિસીટર ચાલુ રહેતાં ઉદ્યોગકારોના વધેલા વીજ ચાર્જીસમાં રાહત આપવા માંગણી કરાઈ છે. જે અંગે સચિન ઈન્ડસ્ટ્રિયલ સોસાયટીના પ્રમુખ રમાબેન રામોલિયા જણાવે છે કે, જીઆઈડીસીમાં 2250 એકમો છે. તે પૈકી 350 માંડ શરૂ થયા છે. એવામાં હજુ કારીગરો પરત નહીં ફરે ત્યાં સુધી ફરી એકમો શરૂ થઈ શકે તેમ નથી. આવા સંજોગોમાં મે માસના વીજ બિલ આપવાનું વીજ કંપની દ્વારા શરૂ થઈ ગયું છે. કેપિસીટરના કારણે વપરાયેલા વીજ યુનિટ ચાર્જમાં રાહત મળે તેવી માંગણી અમે વીજ વિભાગને કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3chQqBC

Comments