ટેક્સટાઈલ માર્કેટ, મહીધરપુરા હીરાબજાર ક્લસ્ટરમાંથી મુક્ત, છેલ્લા 28 દિવસમાં કેસ નહીં નોંધાતા રેડ ઝોનમાં મુકાયા

શહેરના 54 વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુંજણાતા તે વિસ્તારને વિવિધ જાહેરનામાં પ્રસિદ્ધ કરી ક્લસ્ટર જાહેર કરાયા હતાં. આ ક્લસ્ટર વિસ્તારોમાં 28 દિવસ સુધી કેસ નહી નોંધાયા હોય તેવા વિસ્તારોના ક્લસ્ટરમાં ફેરફાર કરાયા છે. જે અંતર્ગત લિંબાયત તેમજ સેન્ટ્રલ ઝોનમાં આવતી ટેક્ષટાઈલ માર્કેટો અને હીરા બજારોને પણ ક્લસ્ટરમાંથી મુક્તી મળી છે. હવે કોવિડ-19 ની ગાઈડલાઈનનું પાલન કરી તમામ વેપારીઓ ધંધો સરળતાથી શરૂ કરી શકશે.

ગુરુવારે આ મામલે મેયર, ડે.મેયર, સ્થાયી ચેરમેન, અન્ય પદાધીકારીઓ તથા કમિશનર વચ્ચે ચર્ચા બાદ, જે વિસ્તારમાં છેલ્લા 28 દિવસમાં એક પણ પોઝિટીવ કેસ નોંધાયો ન હોય તેવા વિસ્તારને ક્લસ્ટર માંથી મુક્તિ આપી રેડ ઝોનમાં મુકવામાં આવ્યા છે. હવે સેન્ટ્રલ અને લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલી ટેક્ષટાઈલ માર્કેટ, ઇન્ડસ્ટ્રીયલ એરિયા, મહીધરપુરા હીરા બજાર વિસ્તારને ક્લસ્ટર માંથી મુક્ત કરવામાં આવ્યા છે.

આ વિસ્તારના તમામ વેપારીઓ તથા અન્ય લોકોએ કોવિડ-19 ની ગાઈડ લાઈનનો સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. અન્ય ઝોનમાં પણ આવા ફેરફારો કરાયા છે. પરંતુ જો નવા કેસ આવશે તો જે તે વિસ્તારને ક્લસ્ટર જાહેર કરવામાં આવશે.

વેસુ અને ઉગતનો વિસ્તાર ક્લસ્ટરમાંથી બાકાત કરાયો
SMC કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે, 28 દિવસમાં એક પણ કેસ નહીં નોંધાયા હોય તેવા વિસ્તારને ક્લસ્ટરમાંથી બાકાત કરી રેડ ઝોનમાં મુક્યા છે. જો તેમાં કેસ આવશે તો ફરીથી ક્લસ્ટરમાં લેવાશે. ક્લસ્ટર મુક્ત વિસ્તારના લોકોએ નિયમોનું ચૂસ્ત પાલન કરવાનું રહેશે. રેડ ઝોનમાં અત્યારે કોઈ પ્રતિબંધ નથી. વેસુ, ઉગત વિસ્તારો આખા કલસ્ટર મુક્ત થયાં છે. ટેક્ષટાઈલ માર્કેટ, હિરાબજારમાં કોવિડ-19 નિયમ પ્રમાણે ધંધો શરૂ કરી શકાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3cgQKAx

Comments