ઘોડદોડ રોડ પર કેરીના ટેમ્પોના પ્રવેશ મુદ્દે મારામારી, 29મીએ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ

કેરી ભરેલો ટેમ્પો સોસાયટીના ગેટમાંથી પાછળની સોસા.માં લઈ જનાર સામે રહીશોએ વિરોધ કરતા બાજુની સોસાયટીના બે રહીશોએ હીરા દલાલ અને તેના ભાઈ હિતેશ શાહ સાથે મારામારી કરી હતી. જે બાબતે 29મીએ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ઘોડદોડ રોડના ઈન્દોર સ્ટેડિયમ પાસે સુખસાગર એપાર્ટમેન્ટમાં રહેતા હીરા દલાલ નરેશ જયંતીભાઈ સંઘવીએ પ્રતિક મહેન્દ્ર શાહ અને યોગેશ ઉર્ફે ચીંટુ કાંતિલાલ શાહ(બન્ને રહે, ગેલેક્ષી એપાર્ટ, ઘોડદોડ રોડ)ની સામે ફરિયાદ નોંધાવી છે.

કાપોદ્રાના રેસ્ટોરન્ટમાં કેરી વેચતા 5ની અટક

કાપોદ્રા એલ.એચ. રોડના સાંઇ મૈસુર રેસ્ટોરન્ટમાં 29મીએ સાંજે 5.30 વાગ્યે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે તપાસ કરી હતી ત્યારે ત્યાં કેરીનું વેચાણ કરતા માલિક સહિત 5 જણા ભેગા ઊભા હતા. કાપોદ્રા પોલીસે કાર્યવાહી કરતા જાતે ફરિયાદી બની માલિક પરેશ ભૂપત સુતરીયા, જગદીશ રણછોડ સુરાણી, હસમુખ ઘનજી સવાણી, પ્રવિણ વલ્લભ ખેનીઅને અશોક ઓઘવજી સુતરીયાની ધરપકડ કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2ZTnL3y

Comments