નાના બા‌ળકો માટે 3 હજાર માસ્ક બનાવ્યા, જરૂરિયાતમંદોને અપાશે, માસ્ક 6 માસથી લઈ 8 વર્ષ સુધીના બાળકો પહેરી શકશે

સામાન્ય રીતે બજારમાં મળતાં અને સેવાકીય સંસ્થાઓ દ્વારા વિતરણ કરવામાં આવી રહેલા થ્રી લેયર માસ્ક બાળકોને ફાવટ નહીં આવતી હોવાનું ઓબ્ઝર્વેશન કરતાં શહેરના એક ફેશન ડિઝાઈનરે 6 માસથી લઈ 8 વર્ષ સુધીના નાના બાળકો માટે વુવન માસ્ક બનાવાનું શરૂ કર્યુ છે. ડિઝાઈનર દ્વારા આ માસ્કને વેચવાની જગ્યાએ આંગણવાડી સાથે સંકળાયેલા કે જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કોર્પોરેટર રૂપલ શાહ જણાવે છે કે, હાલના સમયમાં દરેક માણસ માટે માસ્કનો ઉપયોગ અનિવાર્ય થઈ ગયો છે. માસ્ક વગર ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે. સામાન્ય રીતે બજારમાં જે માસ્ક વેચાય છે. તેની ફાવટ નાના બાળકોને આવતી નથી. છતાંય તેમના માટે પણ માસ્ક અનિવાર્ય છે, આ ઓબ્ઝર્વેશન મારી પુત્રવઘધૂ મિલી રિશાંક ઝવેરીએ કર્યું હતું. તે પોતે એક ફેશન ડિઝાઈનર છે. એણે એક પહેલ કરી કે તેઓ નાના બાળકોને ફાવે એવા માસ્ક બનાવશે અને એને જરૂરિયાતમંદ અને નાના બાળકોને ઉપયોગ કરવા માટે આપશે. એમણે બાળકોની જરૂરિયાત પ્રમાણે માસ્ક ડિઝાઈન કર્યા છે. આ માસ્ક 6 માસથી લઈને 8 વર્ષ સુધીના બાળકો ઉપયોગમાં લઇ શકે તે માટે નાની સાઈઝના માસ્ક બનાવ્યા છે. હાલ મર્યાદિત પ્રમાણમાં નાના બાળકો માટેના માસ્ક કેટલાક વિક્રેતાઓ પાસે ઉપલબ્ધ હશે પરંતુ તે જરૂરિયાતમંદ સુધી પહોંચી શકતા નથી. જેને પગલે રોજના 300 માસ્ક તૈયાર કરીને નાના બાળકો અને તેમાંય ખાસ કરીને આંગણવાડીના બાળકોને વિતરણ કરાઈ રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Made 3 thousand masks for young children, will be given to those in need, masks can be worn by children from 6 months to 8 years


from Divya Bhaskar https://ift.tt/2XcyRPg

Comments