ઘાવટની સસ્તા અનાજની દુકાનનું લાઇસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ

કરજણ તાલુકાના કાસમપુર ગામમાં ભરત ત્રીકમભાઈ પટેલના વાડામાં આવેલી ઓરડીમાં જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી સરકારી અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કેસમાં કરજણ મામલતદાર દ્વારા પંચનામું કરીને સસ્તા અનાજની દુકાન ધરાવનારા ઘાવટ ગામના સરપંચ અને સસ્તા અનાજની દુકાન એસોસિયેશનના પ્રમુખ પ્રવીણ પંચાલનું લાઇસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયું છે. જ્યારે તેની દુકાનનો ચાર્જ અન્ય દુકાનદારને સોંપવામાં આવશે.

બીજી તરફ પુરવઠા વિભાગના એક અધિકારીને આ સરકારી અનાજનો જથ્થો ક્યાં સગેવગે કરવામાં આવતો હતો તેવો પ્રશ્ન પૂછાતાં તેમણે આ જથ્થો દુકાનની અંદર જ મળ્યો હોવાનું તેમજ સગેવગે કરવાના કોઈ પુરાવા ન હોવાનું જણાવતા આરોપીઓને બચાવી રહ્યાંની શંકા ઊપજે છે. સરપંચ પ્રવીણ પંચાલની કાસમપુર ગામમાં બીજી સસ્તા અનાજની દુકાન આવેલી છે તે દુકાનદારે રાજીનામુ આપતા તેનો ચાર્જ પણ પ્રવીણ પાસે હતો. જે હવે પાછો સરકાર પાસે જમા થયો છે.

દુકાનમાં અગાઉ પણ ગેરરીતિ પકડાઈ હતી

ઘાવટ ની સસ્તા અનાજ ની દુકાન ચલાવતા સરપંચ પ્રવીણ અંબાલ પંચાલ ની દુકાન માંથી અગાઉ પણ ગેરરીતિ પકડાઈ હોવાની માહિતી જિલ્લા એસ ઓ જી પોલીસ ને મળતા પોલીસે પુરવઠા ખાતા ને પત્ર લખી આ માહિતી માંગી છે બીજી તરફ મામલતદારનો રિપોર્ટ ન મળતાં તપાસ શરૂ થઈ શકી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2XvWTni

Comments