મોટા વરાછામાં રખેવાળ પર હુમલો કરનાર 3ની ધરપકડ, લાકડીના ફટકા મારી ગંભીર ઇજા પહોંચાડી

મોટા વરાછામાં ખેતરના રખેવાળ પર હુમલો કરનાર ત્રણ આરોપી લાલજી ઉર્ફે લાલો ઝીણા ભરવાડ, રામુ કરણ અલગોતર અને 15 વર્ષના કિશોરની ધરપકડ કરાઈ છે. મોટા વરાછાગામના નીચલી કોલોનીમાં રહેતા છના બિજલભાઇ રાઠોડ (ઉ‌.50) મોટા વરાછામાં ખેતમજૂરી અને રખેવાળી કરે છે. 25મીએ ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે આરોપીઓ ખેતરમાં ગાય ભેંસોને પાણી પીવડાવવા આવ્યા હતાં. છના રાઠોડે ઠપકો આપતા આરોપીઓ અદાવત રાખી સાંજે શાકભાજી લેવા જતા છના પર લાકડીના ફટકા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3ddu6up

Comments