કોરોના વોરીયર્સને સેલ્યુટ કરવા 4 સુરતીઓ સતત 12 કલાક સોસાયટીમાં 60 કિમી દોડ્યા

કોવિડ-19 માં ફરજ બજાવી રહેલા ડોકટર, નર્સ, પોલીસ, સફાઈ કામદાર જેવા કોરોના વોરિયરને ટ્રિબ્યૂટ આપવા મેપલ લીફ રેસિડન્સીના 4 રનર્સે સતત 12 કલાક સુધી સોશિયલ ડિસ્ટન્સીગ સાથે સોસાટીમાં જ રનિંગ કર્યું હતું અને કોરોનાના સમયમાં ઇમ્યુનિટી વધારવા માટે દરરોજ એક કલાક રનિંગ કરવા લોકોને અપીલ કરી હતી. રનિંગમાં રાજેશ નાયક, ડો,મનીષ મહેતા, પરેશ પાલાઅને યશ અડાલજાએ ભાગ લીધો હતો.

આ રીતે તૈયારી કરીઃકોરોનામાં ફરજ બજાવી રહેલા મેડિકલ સ્ટાફ અને પોલીસનો સ્ટાફને કેવી રીતે ટ્રિબ્યૂટ કરી માન આપી શકાય તે અંગે વિચારતા હતા એટલે આઈડિયા આવ્યો હાલમાં ઇમ્યુનિટી વધારવી પણ જરૂરી છે તેથી રનિંગ કરીને જ કોરોના વોરીયરને ટ્રિબ્યૂટ આપીએ. અને અમે 12 કલાક રનિંગ કરવાનું વિચાર્યુ. રનિંગના એક દિવસ પહેલા ડો.આશિષે દરેકને ટ્રેનિંગ આપી હતી. સોસાયટીમાં 3 દિવસ 6 કલાક રનિંગની પ્રેકટીસ કરી હતી. જેમાં દાદર ઊતર-ચઢ કરવા, ડિહાઇડ્રેશન ન થાય તેની તૈયારી તેમજ સામાન્ય વોર્મ અપ એકસસાઇઝ કરીને પ્રેકટીસ કરી હતી.

મહિલાઓનો પણ સાથ મળ્યોઃરાત્રે 8 વાગ્યાથી રનિંગ કરવાનું શરૂ કર્યુ અને સવારે 8 વાગ્યે સુધી સતત રનિંગ કર્યુ હતું. 12 કલાકમાં વચ્ચે એક પણ બ્રેક લીધો ન હતો. રનિંગ કરતી વખતે થોડા થોડા સમયે પાણી, ચોકલેટ, ફળ જેવી વસ્તુઓ લેતા હતા. ડો.મનીશ મહેતાએ પ્રથમ વખત સતત રનિંગ કર્યુ હતું. તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા રનિંગ માટે રાતનો સમય રાખ્યો હતો અને તેનુંં પાલન કરી દૂર રહીને રનિંગ કર્યુ હતું. રાજેશ નાયકે 12 કલાકમાં 60 કિમી અને અન્ય 3 રનરે 50 કિમી રનિંગ કર્યુ હતંુ. તેમજ કોરોના વોરીયરને સેલ્યુટ કરવા સીમા નાયકે પણ સાથે 30 કિમી રનિંગ કર્યુ હતુ.

  • હું છેલ્લા 7 વર્ષથી મેરેથોનમાં ભાગ લઉં છું. એ પહેલા 5 વખત નેશનલ વેઈટલિફટીંગ ચેમ્પિયન પણ રહી ચુકયો છું. મેં અત્યાર સુધી 1 ઈન્ટરનેશનલ મેરેથોન, 10 નેશનલ મેરેથોન અને અન્ય 60 મેરેથોનમાં ભાગ લીધો છે. ફિટનેસ માટે અઠવાડિયામાં 60 થી 70 કિમી રનિંગ કરું છું. કોરોના વોરીયરને ડેડિકેટ કરવા માટે અમે રનિંગ કર્યુ હતું. તેમજ આવી મહામારીના સમયે રોજ વ્યક્તિએ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે સવારે એક કલાક રનિંગ કરવું જોઈએ એ મેસેજ આપ્યો હતો. - રાજેશ નાયક


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
To salute the Corona Warriors, 4 Suratis ran 60 km in 12 hours of continuous society.


from Divya Bhaskar https://ift.tt/2Af513J

Comments