લોકડાઉનની કડવાશ સુગરના ભાવોએ હળવી કરી, ટન દીઠ 480 સુધીનો વધારો, સૌથી વધુ ગણદેવી સુગરનો 3311, સૌથી ઓછો કામરેજનો 2776 ભાવ

કોરોના વાઇરસની મહામારીને લઈને દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલોએ વર્ષ 2019-2020ના શેરડીના ભાવ 2મહિના મોડા બહાર પાડ્યા છે. ખાંડ નિયામકની સુચના મુજબ તમામ સુગર મિલોએ રવિવારે બપોર બાદ ભાવ પાડવા માટે વ્યવસ્થાપક કમિટીની બેઠકનો દોર ચાલુ કરતા ખેડૂતોને તેમની મરજી મુજબનો પોષણક્ષમ ભાવ મળતા ખુશ થયા હતા. જયારે ગત વર્ષની સરખામણીમાં ટને શેરડીના ભાવમાં ટન દીઠ276 થી 480 સુધીનો વધારો અપાયો છે. જે ભાવ વધારો સુગર મિલોનું ચુંટણી લક્ષીનજરાણું હોવાનું કહેવાય રહ્યું છે.

રવિવારે સુગરના સંચાલકોની બોર્ડની મિટીંગ મળી હતી

દક્ષિણ ગુજરાતમાં સહકારી ધોરણે ચાલતી સુગર ફેકટરીઓમાં સ્ટોકવેલ્યુ નક્કી કરી અંતે શેરડીનો ટનદીઠ ભાવ પાડવામાં આવતા હોય છે. રવિવારે સુગરના સંચાલકોની બોર્ડની મિટીંગ મળી હતી. જેમાં આ વખત શેરડીના સંતોષકારક ભાવથી ખેડૂતોને રાહત મળી છે. ગત વર્ષની સરખામણીમાં દ.ગુજરાતની 7 સુગર ફેકટરીઓમાં શેરડીના ટનદીઠ 276 રૂપિયાથી 480રૂપિયા ખેડૂતોને વધારે ભાવ મળ્યો છે. 2 વર્ષથી ખેડૂતો ભાવ બાબતે નિરાશા બાદ આ વખતે રાહત થઇ છે. વર્ષ 2019-20 ના શેરડીના ભાવમાં દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી બારડોલી સુગર ફેકટરીના સંચાલકોએ શેરડીનો ટન દીઠ 3152નો ભાવ જાહેર કર્યો છે. જે ગત વર્ષની સરખામણીએ ટન દીઠ 399 રૂપિયા વધારે છે.ગણદેવી એકમાત્ર સુગરમાં 276 રૂપિયા સિવાય અન્ય 6 સુગરોએ ટન દીઠ 400થી વધુ ભાવમાં વધારો આપ્યો છે. સૌથી વધુ સિઝનનો ભાવ ગણદેવી સુગરે ટન દીઠ 3311 નો ભાવ જાહેર કર્યો છે. જયારે કામરેજ સુગરે શેરડીના ટન દીઠ માત્ર 2776 ભાવ પાડ્યો છે. મઢી સુગર 2961 રૂપિયા, ચલથાણ સુગર 3056 રૂપિયા, મહુવા 2985રૂપિયા, સાયણ સુગર 3081રૂપિયાનો ભાવ જાહેર કર્યો હતો. આખી સિઝનમાં ખાંડનો ભાવ 3100 રૂપિયા મળી રહેતા શેરડીનો સંતોષકારક ભાવ પાડવામાં આવ્યો હોવાનું સંચાલકો જણાવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Bi4myN

Comments