ટેક્સટાઇલ માર્કેટ શરુ કરાવવા વીવીંગ-પ્રોસેસિંગ સહિત કાપડ ટ્રેડિંગ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી બુમરાણનો અંત જલ્દી આવી શકે છે.મંગળવારે પાલિકા કમિશનરે ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારની રઘુકુલ માર્કેટ અને આસપાસના વિસ્તારની ફોસ્ટાના આગેવાનોની હાજરીમાં મુલાકાત કરી છે. માર્કેટોને સ્વચ્છ કરીને સેનિટાઇઝ કરવા સૂચન કરાયું છે. તા.29 મે સુધીમાં સેનિટાઇઝ માર્કેટોનું લિસ્ટ પાલિકામાં આપી મિટિંગ બાદ માર્કેટો ઉઘાડવા તા.1લી જુનથી પરવાનગી અપાશે.
ફોસ્ટા પ્રેસિડેન્ટ મનોજ અગ્રવાલ જણાવે છે કે, પાલિકા કમિશનરે રઘુકુલ માર્કેટ અને આસપાસના વિસ્તારની મુલાકાત લઈને સૌ પ્રથમ તો તમામ માર્કેટોને સ્વચ્છ કરી સેનિટાઇઝ કરવા સૂચન કરાયું છે.
ઉપરાંત, જો માર્કેટો શરુ થાય તો સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ સહિત માર્કેટના વેપારીઓએ ઓડ-ઇવન ફોર્મ્યુલા તેમજ બધાએ જ માસ્ક, સેનિટાઇઝરનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. તમામ માર્કેટોને સાફ-સફાઈ અને સેનિટાઇઝેશન માટે પણ સતર્કતા રાખીને તા.29 મે સુધીમાં ફોસ્ટાને નામ નોંધવાના રહેશે. તેની નોંધણી સાથેનો આંક ફોસ્ટા પાલિકામાં આપશે, પાલિકા અધિકારીઓના ઇન્સ્પેકશન બાદ માર્કેટો શરુ કરવા મુદ્દે યથાસંભવ શનિવારે મિટિંગ મળશે. મિટિંગ બાદ સોમવાર એટલે કે તા.1લી જુનથી માર્કેટ ઉગાડવા મંજૂરી મળી શકશે.
પાંડેસરામાં ડાઈંગ મીલમાં પ્રોડ્કશન શરૂ થયું હતું. બીજી તરફ કમિશનરે પણ માર્કેટની મુલાકાત લીધી હતી.
લીંબાયત-સલાબતપુરાની માર્કેટ ન ખુલે તેવી શક્યતા
રેસિડેન્સિયલ્સની સામે માર્કેટનો ગેટ આવતો હોઈ તેવી માર્કેટો નહીં ખોલવા સૂચન આપવામાં આવ્યું છે.લીંબાયત અને બેગમપુરા-સલાબતપુરા તરફની 30-40 માર્કેટોનો તેમાં સમાવેશ થાય છે.
વીવીંગ એકમમાંથી 400થી વધુ તાકાની હેરફેર કરાઈ
સાયણની અંજની ઇન્ડસ્ટ્રીઝના એકમોમાંથી લોકડાઉનના 60 દિવસ બાદ પહેલું ગ્રે કાપડનું ટ્રાન્સપોર્ટેશન શરુ થયું છે. વીવર્સ આગેવાન વિજય માંગુકિયાએ કહ્યું કે, 4 ટેમ્પોમાં 400 ટાંકા સારોલીની માર્કેટ મોકલાયા છે.
વીવીંગમાંથી મિલોમાં સીધું કાપડ મોકલી ઉત્પાદન શરૂ
વેપારીઓએ વીવીંગ એકમોમાંથી કાપડ પ્રોસેસિંગ મિલોમાં મોકલ્યું છે. જુના ઓર્ડર ક્લિયર કરવા ટેક્સટાઇલ માર્કેટના કેટલાક વેપારીઓએ વીવીંગ એકમોને સીધું મિલોમાં કાપડ મોકલી પ્રોડક્શન શરુ કરાવ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3c0iRE1
Comments
Post a Comment