ડોક્ટર, નર્સ, ડાયમંડ એસો.ના પ્રમુખ સહિત 65 પોઝિટિવ, 27 સાજા થયા, છેલ્લી ઘડીએ સારવાર માટે આવતા 109ની હાલત ગંભીર

શહેરમાં 59 અને જિલ્લામાં 6 દર્દીઓ સાથે શહેર જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ 65 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 1725 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ગંભીર બીમારીઓ સાથે કોરોના સામે લડી રહેલા કુલ 72 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રવિવારે શહેરમાં 22 અને જિલ્લામાં 5 મળી 27 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. રવિવારે નોંધાયેલા પોઝિટિવ કેસમાં સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ, ડોક્ટર, સિવિલ હોસ્પિટલના હેડ નર્સ, લેબ ટેક્નિશિયન, મેડિકલ સ્ટોર સંચાલક, બહુમાળીના ક્લાર્ક, સુડા ભવનના પટાવાળા સહિત નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.

છેલ્લા ઘડીએ સારવાર માટે આવતા હોવાથી સિવિલમાં ગંભીર દર્દીઓમાં વધારો થયો, હાલ 109 દર્દી ગંભીરસિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ દર્દીઓમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. સરેરાશ દર્દીઓમાં 25થી 30 ટકા દર્દીઓ સારવાર માટે છેલ્લી ઘડીએ એટલે કે તબિયત વધુ લથડ્યા બાદ આવે છે. જેને કારણે ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાનું સિવિલ હોસ્પિટલના ડોક્ટર અમિત ગામીએ જણાવ્યું હતું. મહિધરપુરા પોલીસ સ્ટેશનના ASI ચેપગ્રસ્ત થયામહિધરપુરા પોલીસ સ્ટેશનના 51 વર્ષિય એએસઆઈ મગન રણછોડ બારીયાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ રવિવારે સાંજે પોઝિટિવ આવ્યો હતો. મગન બારીયા પોઝિટિવ આવતા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. મગન બારિયા સાથે છેલ્લા અઠવાડિયામાં નોકરી કરનાર 15 પોલીસ કર્મચારીઓને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે. ઉલ્લેખનિય છે ફ્રન્ટ લાઇનર્સ લોકોના સંપર્કમાં આવતા વધુ સંક્રમિત થઇ રહ્યાં છે.ડાયમંડ એસો.ના પ્રમુખનેડાયમંડ એસો.ના પ્રમુખને
ડાયમંડ એસો.ના પ્રમુખને
7 દિવસથી ન્યુમોનિયા હતોસુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ કથિરીયા(છોડવડીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, એસડીએના પ્રમુખ છેલ્લાં 7 દિવસથી ન્યુમોનિયાની સારવાર લઈ રહ્યા હતા. ડોક્ટરની સલાહ અનુસાર કોવિડનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેનું રવિવારે પરિણામ પોઝિટિવ આવ્યું હતું. હાલ તેઓ સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, સુરત ડાયમંડ એસો. દ્વારા લોકડાઉનના સમય દરમિયાન વિવિધ સેવાકીય અને સામાજીક પ્રવૃતિઓ કરવામાં આવી હતી તેમજ માર્કેટો ખોલવા રજૂઆતો કરી હતી.

મહિધરપુરા પોલીસ સ્ટેશનના ASI ચેપગ્રસ્ત થયા

મહિધરપુરા પોલીસ સ્ટેશનના 51 વર્ષિય એએસઆઈ મગન રણછોડ બારીયાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ રવિવારે સાંજે પોઝિટિવ આવ્યો હતો. મગન બારીયા પોઝિટિવ આવતા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. મગન બારિયા સાથે છેલ્લા અઠવાડિયામાં નોકરી કરનાર 15 પોલીસ કર્મચારીઓને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે. ઉલ્લેખનિય છે ફ્રન્ટ લાઇનર્સ લોકોના સંપર્કમાં આવતા વધુ સંક્રમિત થઇ રહ્યાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3dl7rMT

Comments