વાયુદળની કવાયત 6 મહિના સુધી રદ, ચાર રાફેલ મહિનામાં ભારત આવશે, જેથી બે મોરચે એકસાથે લડવાની તાકાત વધશે: ભદોરિયા

વાયુદળે આગામી 6 મહિના માટે બીજા દેશોની સાથે પોતાના તમામ સંયુક્ત સૈન્યને અભ્યાસ રદ કરી દીધા છે. ઉપરાંત મહિનાની અંદર જ ફ્રાન્સથી ચાર નવાં રાફેલ યુદ્ધવિમાન ભારત લાવવામાં આવી રહ્યાં છે. તેની તહેનાતીથી વાયુદળની બે મોરચે એક સાથે લડવાની તાકાત અનેકગણી વધી જશે. આ વાત ભારત-ચીનની વિવાદિત સરહદે વધી રહેલા તણાવની વચ્ચે વાયુદળના પ્રમુખ આર.કે.એસ. ભદોરિયાએ ભાસ્કર સાથે ખાસ વાતચીતમાં કરી.
કોરોના મહામારીને કારણેસંયુક્ત અભ્યાસ રદ
ભદોરિયાએ કહ્યું કે, વિશ્વના અત્યાધુનિક યુદ્ધવિમાનોની લાઇનમાં સામેલ રાફેલ અમ્બાલા એરબેઝ પર તહેનાત થશે. અહીંથી તે પળવારમાં જ લદ્દાખ પહોંચી શકે છે. જ્યાં હાલના સમયે અનેક મોરચે ભારત-ચીન સેના સામ-સામે છે. જોકે વાયુદળે સંયુક્ત અભ્યાસ રદ કરવાનો નિર્ણય કોરોના મહામારીને કારણે લીધો છે. છતાં સરહદે તણાવને જોતા તેને બહુ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.વાયુદળ હાલના સમયમાં બે મોરચે એક સાથે યુદ્ધની તૈયારી કરતું રહ્યું છે. ગત વર્ષે ગગનશક્તિ સૈન્ય અભ્યાસમાં આ દિશામાં પોતાની ક્ષમતા સફળતાપૂર્વક ચકાસવામાં આવી હતી. ચાર રાફેલ વિમાનો આવી જતા આ તાકાત અનેકગણી વધી જશે.
83 તેજસ લેવા અમારી પ્રાથમિક્તા, ત્યાર બાદ એલસીએ માર્ક 2 ધ્યાન આપીશું
એરચીફ માર્શલે કહ્યું કે 83 એલસીએ તેજસની સાથે અત્યાધુનિક ટેક્નોલોજી અને હથિયાર લેવા અમારી પ્રાથમિકતા છે. બજેટની મર્યાદાના હિસાબે અમે મૂવમેન્ટમાં ઘટાડો કરીશું અને 25 ટકા સુધી ખર્ચમાં કાપ મૂકીશું. વાયુદળે નવી જરૂરિયાતોના હિસાબે રોડમેપ બનાવ્યો છે. અમે 83 એલસીએ તેજસ મેળવ્યા બાદ એલસીએ માર્ક-2 અને પાંચમી પેઢીના સ્વદેશી યુદ્ધવિમાન ‘એમકા’પર ધ્યાન આપીશું. અમારો ભાર ફિલ્ડ રડાર, સેન્સર્સ અને હથિયારો મેળવવા પર પણ છે. તેનાથી અત્મનિર્ભરતા અભિયાનમાં વેગ આવશે. અંતરિક્ષમાં જનારા ગગનયાન મિશનના પાઇલટ્સે રશિયામાં ફરી ટ્રેનિંગ શરૂ કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
તેજમાં ઉડાન ભરી રહેલા એરચીફ માર્શલ.


from Divya Bhaskar https://ift.tt/36FUDhB

Comments