આગામી 72 કલાક સુધીમાં લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે, કેરલ નજીક સક્રિય થનાર ચક્રવાત

અરબ સાગરમાં કેરલ નજીક સક્રિય થયેલી સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમથી લો પ્રેશર ડેવલપ થયું છે. આગામી 72 કલાકમાં લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે અને ત્યારબાદ ચક્રવાતમાં પરિવર્તિત થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ચક્રવાત ગુજરાત અથવા ઓમાન તરફ ત્રાટકવાની શક્યતાથી તંત્ર એલર્ટ થઇ ગયું છે. ખાનગી હવામાન એજન્સીના શુક્રવારના ફોરકાસ્ટ મુજબ હવે ચક્રવાત ગુજરાતમાં જામનગર-કચ્છ વચ્ચેથી લેન્ડફોલ થઇ શકે છે. જોકે આગામી 2 દિવસમાં ચક્રવાતનો સચોટ રૂટ ખબર પડશે. અરબ સાગરમાં લો પ્રેશર બનતા દરિયો તોફાની બન્યો છે. જેથી કેરલથી લઇ મહારાષ્ટ્ર સુધી આવતીકાલથી વરસાદી માહોલ જામશે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દાદરા નગર હવેલીમાં અમુક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે. હાલમાં દરિયાઇ પવનની ગતિ પણ વધીને 15 કિ.મી પ્રતિકલાકની થઇ છે. શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29.2 ડિગ્રી નોંધાયું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3dgDM7b

Comments