76% લોકોએ લોકડાઉનમાં માનસિક તાણ દૂર કરવા મિત્રો સાથે વાત કરી, 599 લોકો પર ઓનલાઇ સરવે કરાયો

નેશનલ લોકડાઉનમાં 76% લોકોએ પોતાના મિત્રો સાથે વાતો કરી પોતાની આર્થિક અને માનસિક તકલીફો દૂર કરી તો 41% એ ટીવી જોયું, વાંચ્યુ, ઊંઘયા’ને ઓનલાઇન ખરીદી કરી છે. VNSGUના HRD વિભાગના અધ્યાપક ડો. ભાવેશ વનપરિયા, MTB આર્ટ્સ કોલેજના મનોવિજ્ઞાન વિભાગના અધ્યાપક ડો. ભરત પાઠક અને વલસાડ મેડિકલ કોલેજના ડો. તેજલ દોશીએ લોકોની માનસિક વિચારસારણી અને જીવનશૈલી જાણવા માટે 599 લોકો પર ઓનલાઇન સરવે કર્યો હતો.
કોવિડ-19માં આ શૈલીઓ અપનાવી
આત્મ વિક્ષેપ કર્યો હોય તેવા 65 %, સક્રિય રીતે સામનો કર્યો હોય તેવા 79%, અસ્વીકાર કરનારા 48 %, વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરનારા 28 %, ભાવનાત્મક ટેકો મેળવનારા 67 %, માહિતીનો હકારાત્મક ઉપયોગ કર્યો હોય તેવા 64 %, નકારાત્મક ભાવના વ્યકત કરી હોય તેવા 51 % અને હકારાત્મક 72% લોકો નોંધાયા હતા. ઉપરાંત 73 % એ ભવિષ્યનું આયોજન કર્યંુ હતુ. 40 % લોકોએ પરિસ્થિતિની મજાક ઉડાવી, 78% લોકોએ પરિસ્થિતિનો સ્વીકાર કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2yGRcui

Comments