પ્રસૂતિ બાદ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં પુત્રીને અલગ કરી દેવાઇ, નેગેટિવ થયા બાદ 7 દિવસે લાડકવાયીને તેડી શકી

સયાજી હોસ્પિટલના ચૈનાની પ્રસૃતિ ગૃહમાં માતાનો કોરોના પોઝિટીવ રિપોર્ટ નેગેટિવ આવતા બાળકી સાથે ડિસ્ચાર્જ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા માતા અને પુત્રીને અલગ અલગ રખાયા હતા. 7 દિવસ બાદ માતાનો રિપોર્ટ નેગેટિવ આવતા નવજાત સાથે માતાનું મિલન થયું હતું. રજા આપતી વેળા ભાવવિભોર થયેલી મહિલા પોતાના બાળકની સંભાળ રાખનાર નર્સને ભેટીને રડી પડી હતી.

શહેરના નવાપુરામાં વિસ્તારમાં હસીનબાનું પઠાણ ગર્ભવતી હોવાથી તેમને પહેલા જમનાબાઈ હોસ્પિટલ અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં આવેલા રૂકમણી ચૈનાની પ્રસૃતિ ગૃહમાં દાખલ કરાયા હતા. હસીનાબાનુએ 17મી તારીખે બાળકીને જન્મ આપ્યો હતો. નોર્મલ ડિલિવરી થઈ શકે તેમ ન હોવાથી સિઝરથી ડિલિવરી કરાવાઇ હતી. ડિલિવરી બાદ હસીનબાનુનો કોરોના રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટીવ આવતા તબીબો ચોકી ઉઠ્યા હતા. માતાનો રિપોર્ટ પોઝિટીવ આવતા નવજાત બાળકીનો રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો જે નેગેટિવ આવતા રાહત થઈ હતી. અને તબીબોએમાતા અને પુત્રીને અલગ રાખવા નિર્ણય કર્યો હતો.

માતાથી દૂર રહેલી બાળકીની સારવારની સંપૂર્ણ જવાબદારી નર્સિંગ સ્ટાફે લીધી હતી. તેઓ બાળકીને મધર મિલ્કની મદદથી દૂધ આપતા હતા. બાળકીથી દૂર થયેલી માતાને સાંત્વના મળે તે માટે બાળકીનો વિડિઓ બનાવી માતાને બતાવતા હતા. અંતે સાત દિવસ બાદ માતા હસીનબાનુનો રિપોર્ટ નેગેટિવ આવતા તબીબોમાં ખુશી પ્રવર્તી હતી.

ગુરુવારે માતાને બાળકી સોંપવામાં આવી હતી અને બાળકી સાથે માતાને સયાજી હોસ્પિટલમાંથી રજા આપી હતી. આ સમયે હસીમબાનું અને તેમની દીકરીની સારવાર બદલ પરિજનોએ તબીબો અને નર્સિંગ સ્ટાફનો આભાર માન્યો હતો. હોસ્પિટલથી વિદાય લેતી વેળાએ હસીમબાનું નર્સને ભેટી પડી હતી. આ દ્રશ્ય જોઈ સૌના આંખોમાંથી આસું સરી પડ્યા હતા અને તેઓએ માતા અને પુત્રીને ભાવભીની વિદાય આપી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
SSGમાંથી રજા અપાતા મહિલાએ બાળકીને તેડ્યા બાદ સ્ટાફને આભાર માન્યો હતો.


from Divya Bhaskar https://ift.tt/36Dr9AE

Comments