અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 251 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 23 લોકોના મૃત્યુ થયા છે. ઈન્ડિયા કોલોની વોર્ડમાં એક જ પરિવારના બે સભ્ય અને ગોમતીપુરમાં 8 માર્સનો ગર્ભ ધરાવતી મહિલાનું પણ મોત થયું છે. છેલ્લા પાંચ દિવસમાં શહેરમાં કોરોનાથી 143 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 1625 કેસ નોંધાયા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 10841 પર પહોંચ્યો છે. તેમજ કુલ મૃત્યુઆંક પણ 745 થયો છે.
શહેરમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મધ્ય ઝોનમાં મંગળવારે ખાિડયા અર્બન હેલ્થ સેન્ટરના હેલ્થ સુપરવાઇઝરનું કોરોનાથી મૃત્યુ થયું છે. મધ્ય ઝોનમાં કોરોના વોરિયરના મૃત્યુનો આ બીજો બનાવ છે.
હેલ્થ સુપરવાઇઝર રાજેશકુમાર ચૌહાણ લાંબા સમયથી ખાડિયા હેલ્થ સેન્ટરમાં કામ કરતા હતા. 19 મેએ તેમને તાવ સહિતના લક્ષણો જણાતા તેમને એસવીપીમાં દાખલ કરાયા હતા. તેઓ હાયપર ટેન્શન અને ડાયાબિટીસના દર્દી હતા. 26 મેએ તેમનું અવસાન થયું હતું.
શહેરમાં મંગળવારે મૃતકોમાં 16 પુરુષ, 7 મહિલાનો સમાવેશ થાય છે. તેમાં પણ 50 વર્ષ કે તેથી ઓછી ઉંમરના મૃતકોની સંખ્યા 8 છે. માત્ર કોરોનાથી 6 વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં છે. આ ઉપરાંત શહેરના ઇન્ડિયાકોલોની વિસ્તારમાં 3 વ્યક્તિના મોત નીપજ્યાં છે. જ્યારે બાપુનગર, ગોમતીપુર, દાણીલીમડા અને સરસપુરમાં 2 - 2 મોત થયા છે. આ ઉપરાંત જોધપુર, ખોખરા, પાલડી, ઠક્કરબાપાનગર, ગોતા, ભાઇપુરા, ઓઢવમાં એક-એક મોત થયા છે.
જશોદાનગરના 3 ફાયરકર્મી પોઝિટિવ
જશોદાનગરના 3 ફાયરકર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્રણેયને એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય 3 કર્મીઓને ક્વોરન્ટાઈન કરાયા છે. અગાઉ પણ લક્ષણો દેખાતા 3 ફાયરકર્મીઓને ક્વોરન્ટાઈન કરાયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3c54Ftt
Comments
Post a Comment