શહેરમાં કુલ 83 વિસ્તારો ક્લસ્ટર, 13.39 લાખ લોકો હોમ કોરોન્ટાઇન, શહેરના 50% કેસ લિંબાયતમાં

શહેરના કલસ્ટર જાહેર થયેલા વિસ્તારોમાં 28 દિવસ સુધી કોઈ કેસ નહી નોંધાય તેવા વિસ્તારોના કલસ્ટરમાંથી મુક્ત કરી રેડ ઝોન તરીકે જાહેર કરવાની ગુરુવારથી શરૂઆત કરાઈ છે તે મુજબ શુક્રવારે પણ તમામ ઝોનના કલસ્ટર વિસ્તારોમાં ફેરફારો કરાયા છે અને કુલ 83 કલસ્ટર વિસ્તારો નોંધાયા છે.

જેમાં, લિંબાયતમાં નવા બે વિસ્તારો, કતારગામમાં નવા ચાર વિસ્તારો તથા સેન્ટ્રલ ઝોનમાં 23 વિસ્તારો કલસ્ટર જાહેર કરાયા છે. સૌથી વધુ કલસ્ટર વિસ્તારો સેન્ટ્રલ ઝોનમાં છે ત્યાર બાદ 19 કતારગામમાં છે. લિંબાયતમાં સૌથી વધારે લોકો કલસ્ટરમાં છે શહેરના 50 ટકા કેસ અને 50 ટકા સિરિયસ કેસો પણ લિંબાયતમાંથી આવી રહ્યાં છે. આજે જાહેર કરાયેલા કલસ્ટરોમાં સેન્ટ્રલ ઝોનમાં 58526 ઘરોના 2,86,969 લોકો, લિંબાયત ઝોનમાં 1,26,171 ઘરોમાંથી 6,00062 લોકો, વરાછા-એ ઝોનમાં 22014 ઘરોના 95,180 લોકો, અઠવામાં તડકેશ્વર સોસાયટી, તડકેશ્વર વસાહત, મહાદેવનગર, સોમનાથ સોસા., તાજનગરના 1576 ઘરોના 7584 લોકો, રાંદેરના 1290 ઘરોના 4857 લોકો, ઉધનાના 20,352 ઘરોના 96,234 લોકો, કતારગામના 53,783 ઘરોના WW2,39,765 લોકો અને વરાછા ઝોન-બી ના સરથાણાના 2068 ઘરના 8757 લોકો મળી કુલ 2,85,780 ઘરો મળી કુલ 13,39,408 લોકો હોમ કોરોન્ટાઇનમાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3dbJpng

Comments