હીના પાર્કના રહીશો દ્વારા સફાઇ કામદારોનું સન્માન

શહેરમાં ઠેર ઠેર નગરપાલિકાના સફાઇ કામદારો દ્વારા સફાઇ કામગીરી કરાય છે, જો કે લોકડાઉન દરમિયાન પણ સફાઇ કામગીરી રેગ્યુલર થતી હતી. શહેરના આત્મારામ વિસ્તારથી આગળ આવેલા વોર્ડ નંબર 3ના હિના પાર્કના રહીશોએ 24 સફાઇ કામદારો અને નગરસેવકનું સન્માન કર્યું હતું. લોકડાઉન દરમિયાન સફાઇ કામદારોને કોરોના વોરિયર્સ તરીકે લેખાવાયા હતા, પોતાના જીવની પરવાહ કર્યા વગર શહેરને સ્વચ્છ રાખવાની પોતાની ફરજ બજાવતા હતા. કોલોનીના રહેવાસીઓએ આ સફાઇ કામદારોને સન્માન કરવાનું નક્કી કર્યું હતું અને રમજાન માસના છેલ્લા દિવસોમાં આ તમામ સફાઇ કામદારોનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. તો બીજી તરફ રમજાન માસ દરમિયાન જ પાણી મળવાનું શરૂ થતા કાઉન્સિલર કાસમ ઉર્ફે ધાલાભાઇ કુંભારનું પણ ફુલહાર અને શાલ પહેરાવીને રહેવાસીઓ દ્વારા સન્માન કરાયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sweepers honored by residents of Heena Park


from Divya Bhaskar https://ift.tt/2Ma9EhW

Comments