આત્મનિર્ભર લોન માટે ફોર્મ ઓનલાઇન જ મળી રહેશે, ફોર્મ ભરીને બેંકમાં જઈને જ જમા કરાવવાનું રહેશે

ધી સાઉથ ગુજરાત કો.ઓપરેટિવ બેંક્સ એસોસિએશન(સ્કોબા) દ્વારા ગુરૂવારે વીડિયો કોન્ફરેન્સનું આયોજન કરાયું હતું જેમાં હાજર આગેવાનોએ, સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ થાય તે માટે તમામ કો.ઓપરેટિવ બેંકોએ તેમની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ દેવાયા છે તેમ કહ્યું હતું. લાભ લેવા ઇચ્છતા ખાતેદારોએ 1લી જુનથી બેંકની વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી વિગતો ભરીને જે-તે બેંકમાં ખાતુ છે ત્યાં જઈને ફોર્મ અને જરૂરી પૂરાવા જમાકરાવી શકશે.

સ્કોબા ચેરમેન મુકેશ ગજ્જર જણાવે છે કે, આ વેબિનારમાં 45 જેટલી કો.ઓપરેટીવ બેંક્સના જનરલ મેનેજર્સ અને અન્ય પદાધિકારીઓ સામેલ થયા હતા અને રૂ.1 લાખની આત્મનિર્ભર લોન માટે આગળની રૂપરેખાની માહિતી આપી હતી. અગાઉ ગાઈડલાઈનમાં ફેરફારના કારણે ઘણી બેંકો દ્વારા ફોર્મ છપાવાયા નહીં હતા. હવે તા.1લી જૂનથી ફરી આ લોનનો લાભ મેળવવા માટેના ફોર્મ વિતરણ અને સબમિશનનું કામ થશે. બેંકોને તેમનો સીડી રેશિયો મેઈનટેઈન થાય તેનું ધ્યાન રાખીને લોન આપવા માટે સૂચન કરાયું છે. બેંકિંગ સેક્ટરના તજજ્ઞ ડો.જતિન નાયકે જણાવ્યું હતું કે, લોકોએ ફોર્મ માટે ધક્કા નહીં ખાવા પડે તે માટે દરેક બેંકોની વેબસાઈટ પર લોન એપ્લિકેશન ફોર્મ ઉપલબ્ધ કરાવાશે. અત્યાર સુધીમાં વરાછા કો.ઓપરેટીવ બેંકે 6300 ફોર્મનું વિતરણ કર્યું છે. વેબિનારમાં ગુજરાત કો.ઓપરેટીવ બેંક ફેડરેશન અમદાવાદના ડીરેક્ટક આર.એન.જોષી, સીઈઓ જે.વી.શાહ અને ન્યુ દિલ્હી નાફકબના પ્રેસિડેન્ટ જ્યોતિન્દ્ર મહેતાએ માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું.

ક્રેડિટ ગેરેન્ટી ફંડ યોજના ફક્ત પબ્લિક સેક્ટર બેંકો થકી જ મેળવી શકાશે

સ્કોબાના ચેરમેને કહ્યું હતું કે, સરકારે જે એમએસએમઈ માટે રૂ.2 કરોડ સુધીની મર્યાદામાં કો-લેટર ફ્રી લોન આપવા ફંડ જાહેર કર્યુ છે તેનો લાભ જો ઉદ્યોગકારોએ મેળવવો હોય તો તે ફક્ત પીએસયુ(પબ્લિક સેક્ટર યુનિટ) માંથી મળશે. આ યોજનામાં કો.ઓપરેટિવ બેંકો પણ એનરોલ થઈ શકે તે માટે બેંક ફેડરેશન દ્વારા રજૂઆત થઈ છે. જે કો.ઓપરેટીવ બેંકોની ડિપોઝિટ રૂ.750 કરોડથી વધુની હોઈ તેમને પરવાનગી આપવામાં આવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2XicisB

Comments