શોરૂમ : કપડાં સેનેટાઇઝ કરવા અલાયદો રૂમ બન્યો

શ્રીમ શાલિની મોલનો કપડાનો શોરૂમ લગ્નગાળો હોવાથી લોકોની ખૂબ જ ભીડ જોવા મળતી હોય છે. પરંતુ આજે બે જ ગ્રાહક હતાં. એન્ટ્રીમાં ફૂટ અને હેન્ડ સેનેટાઈઝર મૂકાયું હતું. હેન્ડલને અડવાની મનાઈ હતી, સિક્યુરિટી ગાર્ડે દરવાજો ખોલ્યો. પ્રવેશતા જ તાપમાન મપાયું. ગ્રાહક લગ્નની શોપિંગ કરતા હતા. દુકાનદારે માસ્ક અને ગ્લોવ્ઝ પેહર્યા હતા. સમગ્ર વાતમાં જણાયું કે હજુ પણ લોકો માત્ર જરૂરી શોપીંગ જ કરી રહ્યાં છે. દુકાનદાર-ગ્રાહક વચ્ચેની કેમેસ્ટ્રી કોરોનાએ બગાડી છે.

ગમતા કપડાં ટ્રાય કરવા આપી તે કપડાંને સેનેટાઇઝ કરવા જુદો રૂમ બનાવી રહ્યાં છે દુકાનદારો

કપડાંની દુકાનમાં દુકાનદારે ગ્રાહકને કપડાં ટ્રાય કરવા આપ્યાં. અમે પૂછ્યું, આ કપડાં સેનીટાઇઝ કરો છો? જ્યાં તેઓએ મને તેમની દુકાનનો સેનિટાઝેશન રૂમ બતાવ્યો જ્યાં કપડાં સેનેટાઇઝ થઇ રહ્યા હતાં. અમે પૂછ્યું તમારું કામ વધી નથી જતું? જ્યાં જવાબ મળ્યો કે, દિવસમાં ફક્ત બે-ત્રણ ગ્રાહક આવે છે. તેમને સંતોષ મળે એ જ પ્રાથમિકતા છે. કામ વધશે તો લોકો વધારીશું પણ ગ્રાહકને સંતોષ થવો જોઈએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Showroom: Became a separate room to sanitize clothes


from Divya Bhaskar https://ift.tt/2XeEH2J

Comments