મોરેટોરિયમ પિરિયડના લાભ અંગે સ્પષ્ટતા ન કરાતાં મૂંઝવણ

આરબીઆઇના ગવર્નર લોન મોરેટોરિયમ પિરિયડ વધુ 3 મહિના લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી. બેંક દ્વારા કોઈ સ્પષ્ટતા ન કરતા નવો મહિનો શરૂ થવાના જૂજ દિવસો બાકી હોવાને કારણે લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે.આર બી આઈ ના ગવર્નર શશીકાંત દાસે 22 મેના રોજ લોનનો મોરેટોરિયમ પિરિયડ બીજા ત્રણ મહિના લંબાવવાની જાણકારી આપી હતી અને જૂન, જુલાઈ અને ઓગસ્ટ સુધી લોનનો મોરેટોરિયમ પિરિયડની મર્યાદા લંબાવી હતી. આઈ.સી.એ.આઈ ટ્રેઝરર સી.એ. રીકીન પટેલે જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્ક ના ગવર્નરની જાહેરાત બાફ લોકોમાં અનેક સવાલો ઉદ્ભવ્યા હતા.

જે લોકોએ અગાઉ ત્રણ મહિના માટે લોન ભરવાનો મોરેટોરિયમ પિરિયડનો લાભ લીધો હોય શું તેઓ વધુ ત્રણ મહિનાના મોરેટોરિયમ માટે એપ્લાય કરી શકે. આ અંગે બેન્ક દ્વારા નવી સિસ્ટમ લાવી રહી છે. જેમાં એસએમએસ થકી લોકોને ઈએમઆઈ કાપવા કે નહિ તે અંગે પોતાનો અભિપ્રાય આપી શકે છે. કોરોના મહામારીને કારણે લિક્વિડિટીમાં ભારે અસર પડી છે. મોરેટોરિયમ પિરિયડનો જુના બોરોઅર્સને વધારે જેને લાંબા સમયથી લોન લીધી છે તેમને વધારે ફાયદો છે. પરંતુ અત્યાર સુધી બેંકો દ્વારા આ અંગે કોઈ જાહેરાત ન કરતા લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે. જોકે, આ અંગે ટૂંકા ગાળામાં મહત્વની જાહેરાત થઇ શકે છે.

ખાનગી બેંકોએ લાભ આપ્યો ન હતો
સીએ હિતેશ અગ્રવાલે જણાવ્યું જતું કે, પહેલા ત્રણ મહિનામાં બેંકોએ માર્ચ માસમાં હપ્તો કપાયો હોય અને કસ્ટમર મોરાટોરિયમનો લાભ લેવા માંગતો હોય તો પીએસયુ બેંક દ્વારા તેમને નાણાં રિફંડ કર્યા હતા. પરંતુ ખાનગી બેંકોએ આ પ્રમાણે કર્યું ન હતું. વધુ ત્રણ મહિના મોરાટોરિયમ પીરીયડ વધારવાની એડવાઇઝરીનું ખાનગી બેંકો પણ ચુસ્ત પણે પાલન કરે તેના પર સઘન દેખરેખ રાખવી પડશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3eqNaFJ

Comments