ડિંડોલી પોલીસ સ્ટેશનની બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું, લોકડાઉનના બે મહિના અગાઉ જ તૈયાર થઈ ગઈ હતી

2012માં લિંબાયત પોલીસ સ્ટેશનનો ભાર ઓછો કરવા ડિંડોલી પોલીસ સ્ટેશનની શરુઆત મહાદેવ નગર પાસે લક્ષ્મીનારાયણ નગરમાં ભાડાના મકાનમાં કરાઈ હતી. મકાન નાનું હોવાથી પોલીસને કામ કરવામાં તકલીફ થતી હતી. જેથી ડિંડોલી-ખરવાસા મેઈન રોડ પર કૈલાસ રેસિડેન્સીથી આગળ પોલીસ સ્ટેશનની નવી બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવ્યું હતું. બિલ્ડિંગ લોકડાઉનના બે મહિના અગાઉ જ તૈયાર થઈ ગઈ હતી પરંતુ મોટા કાર્યક્રમ માટે મુહુર્તની રાહ જોવાતી હતી. કોરોના મહામારીના બિલ્ડિંગનું લોકાર્પણ થઈ શક્યું નહીં. જેથી પખવાડિયા પહેલા કોઈને પણ જાણ કર્યા વગર જ માત્ર કથા કરી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3eAmwdH

Comments