લોકડાઉનના કારણે ઠપ્પ થઈ ગયેલા રસ્તાના કામો આર એન્ડ બીએ કોન્ટ્રાક્ટરો પાસેથી શરૂ કરાવી દીધા છે પરંતુ શ્રમિકોના અભાવે તેમજ મટેરીયલ્સની સોર્ટેજના કારણે કામો ગોકળ ગતિએ ચાલી રહ્યા છે. જોકે શ્રમિકો કામ પર આવે તે માટે કોન્ટ્રાક્ટરોએ પ્રયાસો શરૂ કર્યા છે.પાટણ જિલ્લામાં હાલમાં પાટણથી ઊંઝા અને સિધ્ધપુર, હારીજ હાઇવે ફોરલેન કરવાના મહત્વના કામો તેમજ લણવા મણુદ સંડેર રોડનું કામ ચાલી રહ્યું હતું. આ ઉપરાંત અન્ય રોડ-રસ્તાના રીપેરીંગ કામો પણ ચાલી રહ્યા હતા પરંતુ લોકડાઉનના કારણે આ કામો ઠપ્પ થઈ ગયા હતા.ફરીથી આ તમામ કામો માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરો પાસે શરૂ કરાવ્યા છે. પરંતુ કોન્ટ્રાક્ટરો પાસે કામ કરતા શ્રમિકો દાહોદ ગોધરા સહિતના વિસ્તારમાં વતન વાપસી કરી દેતા કામગીરી ધીમી ચાલે છે. સ્થાનિક શ્રમિકો અને કારીગરોના સહારે ગોકળ ગતિએ કામો ચાલી રહ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gs5IXO
Comments
Post a Comment