રફ ડાયમંડનું વ્યુઈંગ મુંબઈ - એન્ટવર્પમાં રાખવા વિચારણા, ડિબિયર્સની બોત્સવાનાની સાઈટ રદ

ડાયમંડ માઈનીંગ કંપની ડિબિયર્સની બોત્સવાનાની મે-2020ની રફ ડાયમંડની સાઈટ કોરોનાના કારણે રદ્દ થઈ છે. જેથી હવે હંગામી ધોરણે બોત્સવાનાથી મુંબઇ અને એન્ટવર્પ સ્થળાંતર કરવાનું વિચારાઇ રહ્યું છે.જીજેઈપીસીના એક અહેવાલમાં ડિબિયર્સના અધિકારીઓએ જણાવ્યું છે કે, કોરોના કારણે આફ્રિકાના દેશોની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ રદ્દ થતાં રફ ડાયમંડ ખરીદવા બાયર્સ આવી શકે તેમ નથી. એવામાં મુંબઈ અને એન્ટવર્પમાં રફ ડાયમંડનું વ્યુઈંગ યોજવામાં આવે તો તેનાથી કંપનીને વધુ આવક થઇ શકે છે. લોકડાઉનના કારણે ભારતના હીરા ઉદ્યોગકારો રફ ડાયમંડ જોવા બોત્સવાનાના જઇ શક્યા ન હતા. જેના કારણે એપ્રિલ અને મે માસ માટેની સાઇટ રદ કરાઇ હતી. ડિબીયર્સનું 70 ટકા ડાયમંડનું વાર્ષિક ઉત્પાદન બોત્સવાનામાંથી આવે છે.ચેમ્બર ઓફ કોમર્સની ડાયમંડ રીપ્રેઝેન્ટેશન કમિટીના ચેરમેન કિર્તી શાહ જણાવે છે કે, સુરત ડાયમંડ મેન્યુફેક્ચરીંગનું હબ છે, ત્યારે તેમાં 80 ટકાથી વધુ પ્રોડક્શન ડાઉન છે. જુના પેમેન્ટ ક્લિયર થઈ શકવાના નથી. જેથી રફ બાઈંગને મોટી અસર થશેે. જેને પગલે જે ફેબ્રુઆરીમાં 7 થી 8 ટકાનો રફ ડાયમંડની કિંમતમાં ઘટાડો આવ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/36O2AkF

Comments