ઇતિહાસમાં પહેલીવાર પાલિકાની સભા ગાંધી નગરગૃહ ખાતે મળશે

પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત સામાન્ય સભા સભાગૃહના બદલે મહાત્મા ગાંધીનગર ગૃહમાં ગુરુવારે સાંજે પાંચ વાગે મળશે. જેના કારણે 61 દિવસ પછી ગાંધીનગરગૃહ શહેરીબાવાઓ માટે ખુલશે અને વિશાળ જગા હોવાથી વિરોધ પક્ષ પણ શાસક પાંખને સાણસામાં લે તેવી શકયતા નકારી શકાતી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને લીધે છેલ્લા બે મહિનાથી સભા મળી શકી નથી અને ગત અઠવાડિયે પણ મીટિંગ નોન કોરમથી મુલતવી રહી હતી. પાલિકામાં 16મી માર્ચે મળેલી સભામાં પુરૂ કોરમ હતું પણ તેમાં સદગત કાઉન્સીલરના માનમાં 2 મિનિટનું મૌન પાળી ને તેમના માટે શોકદર્શક ઠરાવ થયો હતો. આ જ દિવસે ગાંધીનગર ગૃહમાં છેલ્લો કાર્યક્રમ થયો હતો અને ત્યારબાદ તમામ બુકીંગ રદ કરવામાં આવ્યા હતા.કોરોના સંક્રમણ ફેલાય નહી તે માટે બે સભ્ય વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે મુજબ સભાગૃહમાં ડાયસ સિવાયના ભાગમાં બાકીના 74 સભ્યો વચ્ચે બેઠક વ્યવસ્થા થઈ શકે તેમ નથી. ગાંધીનગરગૃહમાં મીટિંગ એક સીટ છોડીને સભ્યોને બેસાડાશે.આ સભા તા.28મીએ સાંજે પાંચ વાગ્યે શરૂ થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3gyhS1E

Comments