દિવ્ય ભાસ્કર અને ઓન્કોલોજીસ્ટ સેન્ટરનો વેબિનાર ઉપયોગી નીવડ્યો, અનેક લોકોએ પ્રશ્નોત્તરી થકી જરૂરી માહિતી મેળવી

દિવ્ય ભાસ્કર અને સુરત ઓન્કોલોજીસ્ટ સેન્ટર દ્વારા 31 મે ના દિવસે વર્લ્ડ નો ટોબેકો ડે વેબિનારનું આયોજન કરાયું હતું. જેમાં શહેરના સિનિયર કેંસર વિશેષજ્ઞ (ઓન્કોલોજીસ્ટ) ડો.તન્વીર મક્સુદ અને ડો. અંકિત પટેલે દર્દીઓએ પૂછેલા સવાલોના જવાબ આપ્યા હતા. ડો. તન્વીર મક્સુદ ટાટા હોસ્પિટલ મુંબઈના સીનિયર ઓન્કોલોજીસ્ટ છે. ડો.તન્વીર મક્સુદે કહ્યું કે, ગુજરાત ટોબેકો કેંસરનું એપી સેંટર કહેવાય છે. આજે યંગસ્ટર અને અન્ય લોકોમાં તમાકુનું ચલણ વધી ગયું છે. સરકારે તમાકુ પર સંપૂર્ણ બેન લાવવું જોઇએ. ડો. અંકિત પટેલે કહ્યું કે લોકો તમાકુના સેવનથી એટલી હદે ટેવાઇ ગયા છે કે દર વર્ષે લગભગ 22 થી 24 હજાર રૂપિયા તમાકુના સેવન પાછળ ખર્ચી દે છે. એવા લોકોને સમજાવતા એમણે આ પૈસા હેલ્થ ઇન્સ્યોરંન્સ પાછળ ખર્ચવાની સલાહ આપી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2TUH6gK

Comments